તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજ્ઞાન મેળામાં 4 તાલુકા શાળાએ ભાગ લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા વિજ્ઞાન મેળામાં 26 કૃતિઓ રજુ કરવામાં આવી

ખાંભામાઆવેલ જે.એન.મહેતા હાઇસ્કુલ ખાતે ગણિત વિજ્ઞાન મેળાનુ આયોજન કરવામા આવ્યું હતુ. વિજ્ઞાન મેળામા ચાર તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પસંદગી પામેલી કૃતિઓને પ્રોત્સાહિત કરવામા આવી હતી. ખાંભામા જે.એન.મહેતા હાઇસ્કુલ ખાતે ગણિત વિજ્ઞાન મેળાનુ આયોજન કરાયુ હતુ. જીસીઇઆરટી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કચેરી દ્વારા એસ.વી.એસ તક્ષશિલા સાવરકુંડલાનુ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનુ આયોજન કરાયુ હતુ.

ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ખાંભા ઉપરાંત રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ 26 જેટલી કૃતિઓ રજુ કરવામા આવી હતી. કૃતિઓનો અભ્યાસ કરવા તેમજ નિહાળવા માટે ખાંભાની તમામ શાળાના વિદ્યાર્થીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ખાંભા જે.એન.મહેતા હાઇસ્કુલના મંદબુધ્ધિના બાળકો દ્વારા ઓકસિજન આપના જીવનમા કેટલુ જરૂરી છે તે કૃતિને લોકોએ બિરદાવી હતી. કાર્યક્રમનુ સંચાલન પ્રિન્સીપાલ સોલંકી દ્વારા કરાયુ હતુ.

લોકોએ છાત્રોની કૃતિઓ નિહાળી

અન્ય સમાચારો પણ છે...