ભાસ્કર ન્યુઝ | અમરેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | અમરેલી

રાજુલા તાલુકાના વિકટર નજીક ગઈકાલે કોઈ અજાણ્યા શખ્શો તાર ફેન્સીંગમાં વીજશોકથી મૃત્યુ પામેલા સિંહનો મૃતદેહ રોડના કાંઠે ફેંકી ગયા બાદ વનતંત્રે આ ઘટનાનો ભેદ ઉકેલવા ઊંડી તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજ હોય તો તે મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. ઉપરાંત વધારાનો સ્ટાફ બોલાવી 10 કિ.મી.સુધીના વિસ્તારમાં તાર ફેન્સીંગની તપાસ ચાલી રહી છે. વિક્ટર ગામ નજીક મજાદર ફાટક પાસે રોડના કાંઠે થઈ ગઈ કાલે પાંચ વર્ષની ઉંમરના એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહનું વીજશોકથી મોત થયું હોય કોઈ ખેડૂતે તાર ફેન્સીંગમાં મૂકેલા વીજ શોકથી આ મોત થયાનું માની તંત્ર તે દિશામાં તપાસ કરી રહ્યુ છે. અહીં ત્રણ રસ્તા પડે છે. જેને લઇ આસપાસના દસેક કિ.મી.સુધીના વિસ્તારમાં તેની સીસીટીવી કેમેરા હોય તો તેના ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે. તંત્રએ પોલીસ મથકના સીસીટીવીના ફૂટેજ મેળવ્યા હોવાનું પણ જાણવા મળેલ છે.દરમિયાન વનતંત્ર દ્વારા આજે તપાસમાં અમરેલીથી વધારાનો સ્ટાફ બોલાવી તેને પણ જોડવામાં આવ્યો હતો. આસપાસની દુકાનો અને વાડીવાળાઓને પણ રાતના સમયે કોઈ વાહન જોયું હતું કે કેમ તે અંગે પુછપરછ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...