તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • રામપરા 2માં ભેંસનાં ટોળા સામે આવી જવાના મુદ્દે યુવાન પર હુમલો

રામપરા-2માં ભેંસનાં ટોળા સામે આવી જવાના મુદ્દે યુવાન પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાનને લોખંડનાં પાઇપ તેમજ ઢીકાપાટુનો મુંઢમાર મારતા રાવ

રાજુલાનારામપરા-2માં ભેંસનું ટોળુ સામસામુ આવી જતા તે બાબતને લઇને ત્રણ શખ્સોએ મળીને એક યુવાનને લોખંડના પાઇપ વડે હાથના ભાગે ઇજા કરીને ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. બાદ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. બનાવની ફરિયાદ પીપાવાવ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

રાજુલા તાલુકાના રામપરા-2માં રહેતા મનુભાઇ માણંદભાઇ રાઠોડ નામના યુવાન ગઇ કાલે પોતાની ભેશ ચરાવીને ઘર તરફ જઇ રહ્યા હતા. દરમ્યાન સામેથી દેહા ભોપા ખસીયા નામનો શખ્સ પોતાની ભેંસ લઇને રોડ પર સામે મળેલો હતો. દરમ્યાન યુવાને તેમજ શખ્સની ભેશો એક સાથે ભેગી થઇ ગઇ હતી. આથી દેહા ભોપા નામના શખ્સને યુવાનને ગાળો આપવા લાગ્યો હતો.

જેથી યુવાને ગાળો આપવાની ના પાડતા શખ્સે યુવાનને હાથના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી. તેમજ રમેશ ભોપા અને ભોપા દેવસી ખસીયા નામના બન્ને શખ્સોએ મળીને યુવાનને ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. આથી યુવાનને ઇજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અહી યુવાને પોલીસ સમક્ષ તમામ હકીકત જણાવતા પોલીસે ફરિયાદ નોંધીને ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરીને પીપાવાવ પોલીસ મથકના એ.એસ.આઇ વી.એમ.પારગીએ આગળની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...