તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • રાજુલા દલિત મુસ્લિમ એકતા મંચ દ્વારા નાયબ કલેક્ટરને આવેદન અપાયું

રાજુલા દલિત-મુસ્લિમ એકતા મંચ દ્વારા નાયબ કલેક્ટરને આવેદન અપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલિત-મુસ્લિમ સમાજ સાથે થયેલા 15 જેટલા મુદ્દાઓ વિશે રજૂઆત કરાઇ

રાજુલાદલિત-મુસ્લીમ એકતા મંચ દ્વારા નાયબ કલેક્ટર રાજુલાને આવેદનપત્ર પાઠવીને જણાવ્યુ હતુ કે સમગ્ર દેશમાં દલિત-મુસ્લીમો પર થતા અત્યાચાર બંધ કરવા અને વધતા જતા અત્યાચાર પર કડક કાયદો બનાવીને પગલા ભરવા રજુઆત કરવામાં આવી હતી.

રાજુલા દલિત-મુસ્લીમ એકતા મંચ દ્વારા આજે રાજુલાના માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી. તેમજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને નાયબ કલેક્ટર રાજુલાના આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ કે છેલ્લા બે વર્ષ દિવસેને દિવસે દલિત અને મુસ્લીમ સમાજ પર કહેવાતા ખોટા ગૌ-રક્ષકો દ્વારા ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. શાસન અને પ્રશાસનની હાજરીમાં ખુન ખરાબા લુંટ તેમજ ગુન્હાહીત પ્રવૃતિ કરીને દેશના અલગ અલગ સ્થળોએ બનતી રહે છે.

વધુમાં નાયબ કલેક્ટરને આવેદનમાં જણાવ્યુ હતુ કે, તાજેતરમાંજ રાજુલા તાલુકાના ડુંગર ગામના જીજ્ઞેશભાઇ સોંદરવાને અમરેલી જીલ્લા જેલમાં કેદીઓ દ્વારા મુઢમાર મારીને મૃત્યુ નિપજાવવામાં આવ્યુ હતુ. તેમજ નિંગાળામાં એક વર્ષ પહેલા રમેશભાઇ વણજારાને ડેડાણ ગામમાં દોડાવી દોડાવી માર મારીને મારી નાખેલ અને પોલીસ તંત્રએ આજદિન સુધી સાત આરોપીઓમાંથી ત્રણનીજ ધર પકડ કરેલી છે. બાકીના ચાર આરોપી ફરાર છે. અને તેમાનો એક આરોપી પેરોલ મળતા બે મહિનાથી ફરાર છે. વિગેરે મુદાઓ બાબતે આવેદનમાં જણાવીને ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આતંકવાદીઓના પુતળાનું દહન

તાજેતરમા ગુજરાતથી અમરનાથ ગયેલા યાત્રાળુઓ પર હુમલો થયો હતો. જે બનાવમાં મૃતક પરિવારના સભ્યોને સરકાર યોગ્ય સહાય આપે અને બનાવને ઉપસ્થિત લોકોએ વખોડી કાઢ્યો હતો. તેમજ આતંકવાદીઓના પુતળાઓ બાળવામાં આવ્યા હતા. તસ્વીર: ભાસ્કર

15 મુદ્દાઓ આવરીને મુખ્યમંત્રીને આવેદન

દલિતઅને મુસ્લીમ સમાજ સાથે છેલ્લા ઘણા સમયથી અમાનવીય બનાવો બની રહ્યા છે. બાબતે બન્ને સમાજના લોકો જોડાયા હતા. અને નાયબ કલેક્ટર મારફત રાજ્યપાલ, મુખ્યમંત્રી અને જીલ્લા કલેક્ટરને તમામ મુદે લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...