તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામાં કોંગ્રેસે બેંક પાસે 19 દિવસ સુધી આપી સેવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારોમાં ઉભેલા લોકોને નાસ્તા અને ચા- પાણીની વ્યવસ્થા કરી આપી

સરકારદ્વારા નોટબંધીના નિર્ણયના બીજા દિવસથી બેંકો સામે નોટો બદલવા અને નાણાકીય લેવડ દેવડ કરવા માટે લોકોની કતારો લાગી હતી. કલાકો સુધી લોકોને બેંકોની કતારોમા ઉભા રહેવુ પડયુ હતુ ત્યારે રાજુલામા 19 દિવસથી બેંકની કતારોમા ઉભા રહેતા લોકો માટે કોંગી આગેવાન દ્વારા પીવાના પાણીની બોટલનુ વિતરણ અને નાસ્તાનુ વિતરણ કરી સેવા પુરી પાડી હતી. નોટબંધીના નિર્ણય બાદથી બેંકો સામે લોકોએ નોટો બદલવા માટે કતારો લગાવી હતી. પ્રથમ બે ત્રણ દિવસ સુધી કતારો ઓછી હતી પરંતુ જેમજેમ સમય જતા કતારોમા વધારો થયો હતો. ત્યારે રાજુલામા કોંગી આગેવાન અંબરીશભાઇ ડેર દ્વારા કતારોમા ઉભા રહેતા લોકોને પીવાના પાણીની બોટલોનુ વિતરણ કરાયુ હતુ ઉપરાંત નાસ્તાની પણ વ્યવસ્થા કરાઇ હતી.

છેલ્લા 19 દિવસથી કોંગી આગેવાને સેવા અવિરત શરૂ રાખતા લોકોએ તેમની સેવાને બિરદાવી હતી. તેઓ દ્વારા બેંકની કતારોમા ઉભા રહેતા લોકોને પીવાના પાણીની બોટલોનુ વિતરણ કરવા દસ સ્વયંસેવક યુવાનો પણ રખાયા હતા. યુવકોને કમલેશભાઇ પરમાર દ્વારા દરરોજ વિનામુલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામા આવી હતી. વિરોધ પક્ષના નેતાએ પણ જણાવ્યું હતુ કે લોકોની સેવા કરવી કોંગ્રેસ પક્ષની જવાબદારી છે. નોટબંધી બાદ બેંકની બહાર સવારથી સાંજ સુધી નોટ બદલાવવા લોકોની કતારો જોવા મળતી હતી. જેથી કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...