તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • કંથારીયા ગામની યુવતીનાં ફોટાનું એડીટીંગ કરી નગ્ન ફોટા વાઇરલ

કંથારીયા ગામની યુવતીનાં ફોટાનું એડીટીંગ કરી નગ્ન ફોટા વાઇરલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજાણ્યા યુવકે ફેસબુક પર બે વર્ષથી ફેક આઇડી બનાવ્યું હતું

જાફરાબાદતાલુકાના ખાસલા કંથારીયા ગામની એક યુવતી તથા તેની બહેનોના ફોટોગ્રાફ્સ સાથે ચહેરાનું એડીટીંગ કરી અન્ય નગ્ન અને અર્ધનગ્ન સ્ત્રીઓના ફોટા જોડી ફોટાઓ ફેસબુક પર ફેક આઇડી દ્વારા અપલોડ કરી બદનામ કરતા તેણે અંગે પોલીસ ફરીયાદ નોંધાવી છે. અમરેલી પંથકમાં સોશ્યલ મિડીયાના દુરઉપયોગની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. અફવાઓ ફેલાવવા માટે કે કોઇને બદનામ કરવા માટે આવારા તત્વો સોશ્યલ મિડીયામાં સતત સક્રીય રહે છે. આવા કૃત્યનો ભોગ હવે જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામની પટેલ યુવતી બની છે. અહિંની 23 વર્ષીય પટેલ યુવતીએ બારામાં આજે જાફરાબાદ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં તેણે જણાવ્યુ છે કે કોઇ અજાણ્યા શખ્સે પાછલા પોણા બે વર્ષના સમયગાળા દરમીયાન તેના નામનું ફેસબુક પર ફેક આઇડી બનાવ્યુ હતું. ઁઅજાણ્યા શખ્સે યુવતી અને તેની બહેનોના ફોટામાં એડીટીંગ કરી અન્ય સ્ત્રીઓના નગ્ન અને અર્ધનગ્ન ફોટાઓ પર તેમના ચહેરા લગાવી ફેસબુક પર અપલોડ કરી દીધા હતાં અને રીતે તેમને બદનામ કર્યા હતાં. બનાવની તપાસ રાજુલાના સીપીઆઇને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...