• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • રેલવે અંગેનાં વિવિધ પ્રશ્નો અંગે ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ દ્વારા રજુઆત કરાઇ

રેલવે અંગેનાં વિવિધ પ્રશ્નો અંગે ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ દ્વારા રજુઆત કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડાદિવસો પહેલાં ભાવનગર ખાતે ભાવનગર ડીવીઝનની ડી.આર.યુ.સી.સી.ની મીટીંગ યોજાઇ હતી. જેમાં અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઇ ગાંધી દ્વારા અમરેલી જિલ્લાના રેલ્વેના અમુક પ્રશ્નોની રજૂઆત કરી હતી.અમરેલી જિલ્લામાં રેલ્વેના અનેક પ્રશ્નો સૌ કોઇને સતાવે છે. તેથી અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઇ ગાંધીએ ભાવનગર ખાતે ભાવનગર ડીવીઝનની ડી.આર.યુ.સી.સી.ની મીટીંગમાં તમામ પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી હતી. જેમ કે, જેતલસર ઢસા બ્રોડગેઇજ કનવર્ઝનનું કામ ઝડપથી કરવું જોઇએ, જુનાગઢ વીસાવદર ખીજડીયા બ્રોડગેઇજનું કનવર્ઝનનું કામ શરૂ કરવું જોઇએ, મહુવા - મુંબઇ ટ્રેનને ડેઇલી ચલાવવી જોઇએ, મહુવા - મુંબઇ ફાસ્ટ ટ્રેનને લીલીયા સ્ટોપ આપ્યો નથી તો તેને લીલીયા સ્ટોપ આપવો જોઇએ.આ ઉપરાંત મહુવા - મુંબઇ ટ્રેનને ફાસ્ટ કરી 12 થી 13 કલાકમાં મુંબઇ પહોંચે તેમ કરવું જોઇએ, મહુવા - રાજુલા - સાવરકુંડલા - લીલીયા - દામનગર ઢસા - અને ધોળાના પ્લેટફોર્મ ઉંચા લેવા જોઇએ, તથા મહુવા સ્ટેશને પીટલાઇન શરૂ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...