તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભેરાઇ નજીક રીક્ષા પલટી જતા 13 છાત્રોને ઇજા

ભેરાઇ નજીક રીક્ષા પલટી જતા 13 છાત્રોને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસળીયા ગામના છાત્રો ખેલ મહા કુંભમાં ભાગ લઇ પરત ફરતા હતાં

ભાસ્કરન્યૂઝ. રાજુલા

રાજુલાતાલુકાના ભેરાઇ ગામ નજીક આજે સવારે ભેંસ આડી ઉતરતા એક છકડો રીક્ષા ખાળીયામાં પલટી ખાઇ ગઇ હતી. જેને લીધે તેમાં બેઠેલા વિસળીયા ગામના 13 છાત્રોને ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયા છે. છાત્રો રામપરા ગામે ખેલ મહા કુંભમાં ભાગ લેવા માટે ગયા હતાં અને ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અકસ્માતની ઘટના રાજુલા તાલુકાના ભેરાઇ ગામ નજીક પીપાવાવ ફોર લેન પર બની હતી. વિસળીયા ગામના છાત્રો આજે ખેલ મહા કુંભમાં ખોખોની રમતમાં ભાગ લેવા માટે રામપરા બે ગામે ગયા હતાં. રમતોત્સવમાં ભાગ લીધા બાદ તમામ છાત્રો જી જે 14 એક્સ 3410 નંબરની છકડો રીક્ષામાં બેસી પરત પોતાના ગામ જવા નિકળ્યા હતા ત્યારે રસ્તામાં ભેંસ આડી ઉતરતા ચાલકે છકડા પરનો કાબુ ગુમાવ્યો હતો અને છકડો ખાળીયામાં પલટી ખાઇ ગયો હતો.

અકસ્માતમાં કિશોર વાઘાભાઇ શીયાળ, નરેશ મોલાભાઇ શેખ, ધરમ બાબુભાઇ શીયાળ, બકુલ છગનભાઇ શિયાળ, સુનિલ ભાણાભાઇ શીયાળ, હિરેન ભગાભાઇ બાંભણીયા, જગદીશ કનુભાઇ શીયાળ, દિનેશ ઘુસાભાઇ વાઘેલા, પ્રકાશ દુદાભાઇ શીયાળ, મહીપત આતુભાઇ શીયાળ, ભરત બચુભાઇ ચૌહાણ, વિનુ ગોબરભાઇ શીયાળ, સુરેશ બાબુભાઇ સહિત 13 વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઘાયલ તમામ છાત્રોને 108 એમ્બ્યુલન્સ અને મરીન પોલીસ મથકની ગાડીમાં રાજુલા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસ સ્ટાફના અરજણભાઇ પાડા, ઇન્દુભાઇ ગોહિલ, ભરતભાઇ ગોહિલ, ભરતભાઇ પરમાર વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

અકસ્માત|ભેંસ આડી ઉતરતા છકડો ખાળીયામાં ખાબકી

રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા બન્યો બનાવ, તમામને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા / કે.ડી.વરૂ