તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂનાં ધંધાર્થી પર પોલીસે ઘોંસ બોલાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
42 હજારનો મુદામાલ કબજે લેતી પોલીસ

રાજુલા-ચલાલામાંથી ત્રણ શખ્સો દારૂ સાથે ઝડપાયા

અમરેલીજીલ્લામાં પોલીસે દારૂના ધંધાર્થીઓ પર ઘોંસ બોલાવી ઘોંસ બોલાવી છે. ત્યારે ગઇકાલે રાજુલા અને ચલાલામાંથી પોલીસે બે અલગ અલગ ઘટનામાં ત્રણ શખ્સોને દારૂની 21 બોટલ સાથે ઝડપી લીધા હતાં.

રાજુલા પોલીસે ગઇકાલે બે શખ્સોને ઇંગ્લીશ દારૂની 20 બોટલ સાથે ઝડપી લીધા હતાં. રાજુલામાં યોગી એપાર્ટમેન્ટમાં રહેતો લુહાર યુવાન સંજય કાનજી ચૌહાણ અને રાજુલામાં વ્હોરાવાડમાં રહેતો વોરા યુવાન કુતુબ અહેમદ સાબુવાલા નામના બે શખ્સો ગઇકાલે ઇંગ્લીશ દારૂની જુદી જુદી બનાવટની 20 બોટલો લઇને જઇ રહ્યા હતા ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે રૂા. 6 હજારની કિંમતનો ઇંગ્લીશ દારૂ કબજે લઇ દારૂનો જથ્થો તે ક્યાથી લાવ્યા હતાં અને કોને વેંચવાનો હતો તે જાણવા પુછપરછ હાથ ધરી છે. તપાસ એએસઆઇ જે.વી. ચુડાસમા ચલાવી રહ્યા છે.

આવી રીતે ચલાલા પોલીસે અહિંના મહાદેવપરામાં રહેતા મહેશ ઉર્ફે ભાભલુ બાલુ જેઠવા (ઉ.વ. 30) નામના યુવકને ગઇકાલે બપોરે અહિંની શાકમાર્કેટમાંથી મોટર સાયકલ નં. જી જે 14 એડી 5776 પર ઇંગ્લીશ દારૂની એક બોટલની હેરફેર કરતા ઝડપી લીધો હતો. પોલીસે દારૂ તથા બાઇક મળી રૂા. 36 હજારનો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...