• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • ભુતા વોરા હોસ્પિટલમાં પરિવારજનોનો હોબાળો : ડોકટરને બોલાવવા ગયા તો કહ્યું ચા પીને આવું છુ

ભુતા-વોરા હોસ્પિટલમાં પરિવારજનોનો હોબાળો : ડોકટરને બોલાવવા ગયા તો કહ્યું ચા પીને આવું છુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાનીભુતા-વોરા સરકારી હોસ્પિટલમાં આજે પ્રસુતિ દરમીયાન ડુંગરની પ્રજાપતિ મહિલાનું મોત થતા ભારે હોબાળો મચ્યો હતો. મહિલાએ પ્રસુતિ દરમીયાન બાળકને જન્મ આપ્યા બાદ લોહી વહેવાની ફરીયાદ હોવા છતાં ડોક્ટર સમયસર આવતા તેનું મોત થયુ હતું. મહિલાના પરિજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોક્ટર દ્વારા ગંભીર બેદરકારી બતાવાઇ હતી. મામલે આરોગ્યમંત્રી સુધી રજુઆત કરાઇ હતી. અહિં પ્રજાપતિ સમાજના ટોળેટોળા ઉમટી પડયા હતાં.

તબીબની બેદરકારીથી પ્રસુતા મહિલાના મોતની ઘટના રાજુલાની ભુતા-વોરા હોસ્પિટલમાં બની હતી. ડુંગર ગામના ગીતાબેન લાલજીભાઇ વાળા નામની પ્રજાપતિ મહિલાને ગઇ મોડીરાત્રે પ્રસુતિ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વહેલી સવારે તેમણે પુત્રને જન્મ આપ્યો હતો. તે દરમીયાન ગીતાબેનને લોહી વહેવાની સમસ્યા થતા ડોક્ટર એમ.જે. બલદાણીયાને હોસ્પિટલે દોડી આવવા કહેવાયુ હતું. પરંતુ તે સમયે ડોક્ટર આવ્યા હતાં.

જેમ જેમ સમય જતો હતો તેમ મહિલાની હાલત ખરાબ થતી હોય ફરીવાર ડોક્ટર બલદાણીયાને બોલાવવા કહેણ મોકલાયુ ત્યારે ડોક્ટરે હુ ચા-પાણી પીને આવું છું તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. ડોક્ટર આવે તે પહેલા મહિલાનું મોત થયુ હતું. જેને પગલે મહિલાના પરિજનોમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. અહિં પ્રજાપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં અને ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રજાપતિ સમાજના આગેવાનોએ તબીબ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ સાથે રાજ્યના આરોગ્યમંત્રીને પણ લેખીતમાં રજુઆત કરાઇ હતી. રાજુલાની હોસ્પિટલ વિશે આમ પણ લાંબા સમયથી અનેક ફરીયાદો ઉઠી રહી છે. અહિં ડોક્ટરોની અનેક જગ્યા ખાલી છે તેના અભાવે દર્દીઓ હેરાન પરેશાન થાય છે. અહિં ગરીબ દર્દીઓ કે ખેડૂતો સારવારમાં આવે તો માત્ર પાટા-પીંડી કરીને મહુવા રીફર કરવામાં આવે છે. આજની ઘટના બાદ ગંભીરતા પારખી ગયેલા ડોક્ટર રફુચક્કર થઇ ગયા હતાં અને હોસ્પિટલે આવ્યા હતાં.

વહેલી સવારે મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં તબીબની બેદરકારીથી પ્રસુતાનું મોત નિપજયુ હતું. કુમળા બાળકને છોડી માતા ચાલી જતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી. / કે.ડી.વરૂ

તપાસ બાદ યોગ્ય કાર્યવાહી-પીઆઇ

ઘટનાઅંગેરાજુલાના પીઆઇ કે.એલ. જાડેજાએ જણાવ્યુ હતું કે ઘટના અંગે જો કોઇ ફરીયાદ નોંધાશે તો યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. દરમીયાન મોડી સાંજે બારામાં મૃતક મહિલાના પિતા જાદવભાઇ બચુભાઇ ટાંકે રાજુલા પોલીસને લેખીત જાણ કરી હતી કે વધુ પ્રમાણમાં લોહી વહી જવાથી તેની પુત્રીનું હોસ્પિટલમાં મોત થયુ હતું.

આગેવાનો અને લોકોના ટોળેટોળા ઉમટ્યા

ઘટનાનીજાણથતા અહિંના પ્રજાપતિ સમાજના આગેવાન મનિષભાઇ વાળા, મનજીભાઇ ટાંક, પરશોતમભાઇ, હિંમતભાઇ વાળા વિગેરે હોસ્પિટલે દોડી આવ્યા હતાં. આગેવાનોએ ડોક્ટરને મોબાઇલ પર સંપર્ક કરતા તેમનો મોબાઇલ પણ સ્વીચઓફ આવતો હતો.

રાજ્યના આરોગ્યમંત્રી નિતીનભાઇ પટેલને બારામાં પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. નિતીનભાઇ પટેલે જણાવ્યુ હતું કે ઘટના શું બની છે તે અંગે તપાસ કરાવુ છું. રાજુલા હોસ્પિટલના અધિક્ષક બગડાએ જણાવ્યુ હતું કે મને નથી લાગતુ કે ડોક્ટરની બેદરકારીથી મોત થયુ હોય. હું સવારે આવ્યો ત્યારે દર્દી ચાલ્યા ગયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર બલદાણીયા હોસ્પિટલમાં આવતા પ્રજાપતિ પરિવાર ગીતાબેનને લઇ ખાનગી હોસ્પિટલે ગયો હતો. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.

ઘટનાની તપાસ થવી જોઇએ-ચેમ્બર ઓફ કોમર્સ

રાજુલા ચેમ્બરઓફ કોમર્સના આગેવાન બકુલભાઇ વોરાએ જણાવ્યુ હતું કે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયુ હતું. મુદે ઉંડી તપાસ થવી જોઇએ. આવા કિસ્સામાં ડોક્ટરે તુરંત હાજર થવુ જોઇએ. આવી લાપરવાહી કેમ ચલાવી લેવાય?

હું જાણકારી મેળવુ છું-આરોગ્ય મંત્રી પટેલ

અન્ય સમાચારો પણ છે...