રાજુલા અને જાફરાબાદ પંથકની બે પરિણીતાને ત્રાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાતાલુકાના ધારેશ્વરમાં રહેતા દયાબેન કૈલેષભાઇ સોજીત્રા નામની પરીણીતાને તેના સાસરીયાપક્ષના સભ્યોએ મેણાટોણા મારી દુ:ખ ત્રાસ આપતા ગઇ કાલે પરીણીતાએ રાજુલા પોલીસ મથકમાં તેના પતિ કૈલેષ રામજી અને પરિવારના જગદિશ રામજી, ભાનુબે રામજીભાઇ નામના ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. બાદ પોલીસે ત્રણેય સામે ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ ટી.વી.વ્યાસે હાથધરી હતી.

બીજી તરફ જાફરાબાદ તાલુકાના ધોળાદ્રીમાં રહેતા ખુશબુબેન ભાવેશભાઇ ટાંક નામની પરીણીતાને પણ તેના પરીવારના સભ્યો અવાર નવાર મેણા ટોણા મારીને શારીરીક તેમજ માનસિક દુ:ખ ત્રાસ આપીને હેરાન કરતા હતા. ગત તા.13ના રોજ પતિ ભાવેશ રવજી ટાંકે પરીણીતાને ગાળો આપીને ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. તેમજ સાસુ દુધીબેને પરીણીતાને ધક્કો મારી માથાના ભાગે મુઢ ઇજાઓ કરી હતી. બાદ પરીણીતાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. પરિણીતાએ ગઇ કાલે બારામાં નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે તેના પતિ તેમજ સાસુ સામે ગુન્હો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...