આંખનાં ભાગે થાળી મારી લોહીલુહાણ કરી ઇજા પહોંચાડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાતાલુકાનાં જાપોદર ગામમાં રહેતો મહેશ મનુ ધમવડા (ઉ.વ.30) જે રાજુલા કોર્ટની કસ્ટોડીયલ હેઠળ છેલ્લા ત્રણ માસથી અમરેલી જિલ્લા જેલમાં કેદી તરીકે છે. ગત રાત્રીનાં પોણા બાર વાગ્યા દરમિયાન જેલમાં ટીવી ચાલુ હતી. જેલમાં પાચા નામનો શખ્સ ટીવી જોતો હતો. જે કાતર ગામનો છે. પાંચા નામનો કેદીને મહેશે ટીવી બંધ કરવાનું કહ્યું હતુંઉ બાબતને લઇને પાંચા નામનાં શખ્સે ગાળો આપીને મહેશને મોઢાનાં ભાગે આંખ પાસે થાળી મારી દીધી હતી. જેમાં મહેશને આંખનાં ભાગે ઇજાઓ થઇ હતી. જેમાં કેદીને આંખનાં ભાગે લોહી નીકળતા પોલીસ દ્વારા તેને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અહીં કેદીને આંખનાં ભાગે બે ટાંકા આવ્યા છે. બાદમાં કેદીએ અમરેલી સીટી પોલીસ મથકમાં બાબતે ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...