તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાફરાબાદના ચૌત્રામા કોંગીનું સંમેલન યોજાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીના નિર્ણયને વખોડી કઢાયો : આવનારી વિધાનસભા અને ગ્રા.પં ચુંટણી અંગે ચર્ચા વિચારણા

જાફરાબાદતાલુકાના ચૌત્રા ગામે આજરોજ જિલ્લા કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતીમાં કોંગ્રેસનુ સંમેલન યોજાયુ હતુ. જેમા આગામી યોજાનાર વિધાનસભા અને ગ્રામ પંચાયતની ચુંટણીમા સંગઠન અંગે ચર્ચા વિચારણા કરવામા આવી હતી.

જાફરાબાદ તાબાના ચૌત્રા ગામે મોમાઇ વડ ખાતે આજે કોંગ્રેસનુ સંમેલન યોજાયુ હતુ. જેમા પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર, માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ, ટીકુભાઇ વરૂ, પીઠાભાઇ નકુમ, બાબુભાઇ રામ, બાબુભાઇ જાલંધરા, પ્રતાપભાઇ દુધાત સહિત કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આગામી વિધાનસભા અને ગ્રામ પંચાયતની ચુંટણીઓને ધ્યાનમા લઇને ખાસ તો સંગઠન મજબુત કરવા માટે મહત્વની બેઠક મળી હતી. એક સાથે કામ કરવા હાકલ કરવામા આવી હતી. કોઇપણ ભોગે ભાજપને ભગાડવા આહવાન કરી ચર્ચા વિચારણા કરવામા આવી હતી. બીજી તરફ રાજય સરકાર દ્વારા ગંભીર આક્ષેપો કર્યા હતા અને નોટબંધી પર ભાર મુકવામા આવ્યો હતો. ઉપરાંત તાજેતરમા નોટબંધી નિર્ણયને વખોડી કાઢી આકરા પ્રહારો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...