રાજુલામાં હારડાનું અનેરૂ મહત્વ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં વેપારીઓ 10 દિવસ પહેલા મિઠાઇ બનાવવાનું શરૂ કરી દે છે

રાજુલાશહેરમાં હુતાસણી આવે કે તુરત કંદોયા મીઠાઇ બનાવવાની શરૂઆત 10 દિવસથી કરી દે છે. અને હારડા બનાવવામાં કામે લાગી જાય છે. હારડાઓ ખાસ કરીને દરિયા કિનારાના ગામડાઓ લઇ જાય છે.આ હારડામાં ખાંડ અને સાસ વાપરવામાં આવે છે. અને હવેતો જુદા-જુદા બીમો ઉપર ચાસણી બનાવી બીબા ભરી દેવામાં આવે છે. હારડાનું મહત્વ છે કે હારડો ગળ્યો હોય અને જે પરિવારને પ્રથમ દિકરાની ઉતાસણી હોય તે બાળકોની હારડો પહેરાવે અને પછી હારડાથી મો મીઠું કરાવવાનો વારસો જુની પરંપરા આજ આહીર સમાજ-કોળી સમાજ, અનેક સમાજોમા જોવા મળે છે.જેથી સગા સંબંધીઓ પહેલી ઉતાસણીમાં બાળકને લઇ હોલીકા દેવી પાસે જાય છે. અને ત્યાર બાદ હારડાની મીઠાઇ ખવરાવે છે. અને મીઠા સંબંધો રહે છે. વર્ષો પહેલાં મીઠાઇ બનાવવી અઘરી હતી. રાજુલામાં આજે 10 કંદોઇ હારડા બનાવે છે. હારડામાં પણ બદલાતા યુગની જેમ અવનવી ડીઝાઇન જોવા મળે છે.

હારડામા પણ અવનવી ડિઝાઇન જોવા મળે છે. તસ્વીર-ફીરોઝપઠાણ

અન્ય સમાચારો પણ છે...