રાજુલામાં ભાજપનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા પાલિકા દ્વારા ઘર સુધી ફીલ્ટરયુક્ત પાણી પહોંચાડાશે

રાજુલાશહેરમાં ગત તારીખ ૧૧ના રોજ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા. જેમાં રાજુલા નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા દ્વારા શહેરના છતડિયા રોડ ખાતે માર્કેટિંગ યાર્ડથી લઈ સેન્ટ થોમસ સ્કૂલ સુધી અંદાજે ૩૦ લાખના ખર્ચે આધુનિક એલઇડી લાઈટ નાખવામાં આવી હતી. જેનું લોકાર્પણ સંસદીય સચિવ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે કરવામાં અવ્યું હતું. સાથોસાથ માર્કેટીંગ યાર્ડની બાજુમાં એક સુંદર સર્કલનું નિર્માણ ટૂંક સમયમાં માર્કેટીંગ યાર્ડ અને પાલિકા દ્વારા તેમજ સરદાર યુવા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવશે.

તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ તેમજ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે દ્વારા યૂપીની ઐતિહાસિક જીતની સિદ્ધિની ખુશીમાં ફટાકડા ફોડી કાર્યકર્તાઓનાં મો મીઠા કરાવ્યા હતા. તકે પાલિકા દ્વારા શહેરને ફિલ્ટરયુક્ત પાણી વિતરણનું કાર્ય થોડા સમયમાં શરૂ થશે એવું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...