તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • બિનહરિફ થતી ગ્રા.પં.માં મહિલા અનામતના નામે ચુંટણીનો કારસો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિનહરિફ થતી ગ્રા.પં.માં મહિલા અનામતના નામે ચુંટણીનો કારસો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમરસ ગ્રામપંચાયતને સરકાર વિકાસ માટે ગ્રાન્ટ આપે છે ત્યારે

સરપંચો દ્વારા ધારાસભ્યને રજુઆત કરવામાં આવી

રાજુલાજાફરાબાદ અને ખાંભા તાલુકામા અનેક એવી ગ્રામ પંચાયતો છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી બિનહરિફ થતી આવી છે. આવી સમરસ પંચાયતોને સરકાર દ્વારા પણ વિકાસ માટે ગ્રાંટ ફાળવવામા આવે છે. ત્યારે આવી ગ્રામ પંચાયતોમા મહિલા અનામતના નામે ચુંટણી યોજાય તે બાબતે રજુઆત કરવામા આવી છે.

વિસ્તારના ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા ધારાસભ્ય હિરાભાઇ સોલંકીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું છે કે રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકામા છેલ્લા ઘણા વર્ષોથી અનેક ગ્રામ પંચાયતો બિનહરિફ થાય છે અને વહિવટી તંત્રને પણ ખર્ચ ઓછો કરવો પડે છે. પરંતુ તાજેતરમાં અમુક રાજકીય આગેવાનોના ઇશારે મહિલા અનામત ઠોકી બેસાડવા અને ચુંટણી યોજાય તેવા પ્રયત્નો કરવામા આવી રહ્યાં હોય રજુઆત કરાઇ હતી.

રજુઆતમા એમપણ જણાવાયુ હતુ કે સમરસ ગ્રામ પંચાયતને સરકાર વિકાસ માટે ગ્રાંટ પણ ફાળવે છે. ત્યારે આવી ગ્રામ પંચાયતો જે રીતે ચાલે છે તે રીતે ચાલવા દેવામા આવે અને મહિલા અનામતના નામે ચુંટણી યોજાય તેવી માંગણી કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે આગામી 2017નાં વર્ષમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો