• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • વિદ્યાર્થીઓએ ખો ખો, 100 મીટર દોડ, બચ્છી ફેંક જેવી રમતોમાં ભાગ લીધો

વિદ્યાર્થીઓએ ખો ખો, 100 મીટર દોડ, બચ્છી ફેંક જેવી રમતોમાં ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાતાલુકાના દાતરડી ગામે શાળાકીય રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા કક્ષાના રમતોત્સવમાં બાલક્રિશ્ના વિદ્યાપીઠે સફળતાના નવા શિખરો સર કર્યા હતા. જેમાં વોલીબોલની સ્પર્ધામાં બાલક્રિશ્ના વિદ્યાપીઠની 12 ખેલાડીઓની ટીમ સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમે આવી રાજુલા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. રાજુલા તાલુકાના દાતરડી ગામે રમતોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્પર્ધાના બીજા દિવસે બાલક્રિશ્ના વિદ્યાપીઠના કુલ 21 ખેલાડીઓ દ્વારા અલગ અલગ ત્રણ રમતો માટે ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી ખો-ખોની ટીમના સરસ પ્રદર્શન દ્વારા બાલક્રિશ્ના વિદ્યાપીઠ ફાઇનલ સુધી પહોંચ્યા હતા. જ્યારે ખો-ખોએ પણ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. કબડ્ડીની ટીમે પણ ઉમદા પ્રદર્શન કરીને સૌ દર્શકોના દિલ જીતી લીધા હતા. ત્રીજા દિવસે બાલક્રિશ્ના વિદ્યાપીઠ માટે સફળતાનો સૂરજ ઉગ્યો હતો. ત્રીજા દિવસે ગરણીયા સન્ની હિતેષભાઇ (100 મીટર)દોડ, ગરણીયા સન્ની હિતેષભાઇ(100 મીટર)હર્ડલ, નિમ્બાર્ક મીત કિરીટભાઇ(200 મીટર)દોડ, વાઘ દિનેશ દેશુરભાઇ(5000 મીટર)ઝલકચાલ, લાખણોત્રા રાણી જીકારભાઇ(5000 મીટર)ઝલકચાલ, લાખણોત્રા રાણી જીકારભાઇ(બરછી ફેંક), લાખણોત્રા રાણી જીકારભાઇ(ગોળા ફેંક), પરમાર નંદિની નંદલાલભાઇ (ઉંચીકૂદ) બધા વિદ્યાર્થીઓએ તાલુકાકક્ષાના રમતોત્સવમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. તમામ સ્પર્ધકો આગામી દિવસોમાં જિલ્લાકક્ષાની સ્પર્ધામાં અનુક્રમે તા. 12ઓગષ્ટના રોજ વોલીબોલની ટીમ બગસરા અને તા. 18ઓગષ્ટના રોજ એથ્લેટીક્સની ટીમ મોટા આંકડીયા ખાતે રમવા માટે જશે. તમામ વિદ્યાર્થીઓની સિધ્ધિઓને વિદ્યાપીઠના ટ્રસ્ટી જે.બી. લાખણોત્રા, ભગવાનભાઇ વાઘ, જયેશભાઇ રામ, અને ધર્મેન્દ્રભાઇ કનાલા દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રાર્થનાસભામાં સૌને સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...