અમરેલી LCBએ રાજુલાથી દારૂનો જથ્થો પકડી પાડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂપિયા 2 હજારનો મુદ્ામાલ કબ્જે કરી લીધો

અમરેલીએલ.સી.બી. પી.આઇ એ.પી.પટેલની અને એલ.સી.બી. પોલીસ સ્ટાફ રાજુલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમીના આધારે તત્વજ્યોતિ વિસ્તારમાં રહેતો શાંતિ બચુભાઇ ચૌહાણ નામના શખ્સના મકાનમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને દારૂનું વેચાણ કરે છે. તેવી ચોક્કસ બાતમી મળતા રેઇડ કરતાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો શખ્સ પોલીસને જોઇને નાસી ગયેલ અને જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠી તથા દેશી દારૂ લીટર ૪૦, કિં.રૂ.૧૨૪૦/- તથા દારૂ બનાવવાનો આથો લીટર ૨૦૦, કિં.રૂ.૭૦૦/- તથા ભઠ્ઠી ચલાવી દારૂ બનાવવા માટેના સાધનો સહિત કુલ કિં.રૂ.૧૯૪૦/- નો મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરી લેવામાં આવ્યો હતો. અમરેલી એલ.સી.બી. પી.આઇ એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી સ્ટાફના અબ્દુલભાઇ સમા, પ્રફુલભાઇ જાની વગેરેએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...