તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા ST ડેપોની બસ કે ધક્કાગાડી!!!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાંભા ડેપોમાંથી બસ ઉપડતા મુસાફરોએ પંદર મિનીટ સુધી ધક્કા માર્યા

રાજુલા એસટી ડેપોની અમરેલી ખાંભા રાજુલા રૂટની બસ ખખડધજ દોડાવવામા આવતી હોય મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ બસ ખાંભા ડેપો ખાતે આવી પહોંચ્યા બાદ શરૂ થતા મુસાફરોએ પંદર મિનીટ સુધી ધક્કા મારવા પડયા હતા. ત્યારે મુસાફરોએ નવી બસો દોડાવવાની માંગ ઉઠાવી હતી.

એક તરફ એસટી વિભાગ દ્વારા મુસાફરોને આકર્ષવા અનેક જાહેરાતો કરવામા આવે છે પરંતુ હજુ પણ અનેક ડેપોમા ખખડધજ બસો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના રૂટોમા આવી બસો દોડાવવામા આવી રહી છે જેના કારણે અવારનવાર મુસાફરોને હેરાન થવુ પડે છે. અનેક વખત માર્ગની અધવચ્ચે બસમા ખામી સર્જાય છે અને ઉભી રહી જાય છે. ત્યારે આજે અમરેલી ખાંભા રાજુલા રૂટની બસ ખાંભા એસટી ડેપોમા આવ્યા બાદ મુસાફરો બસમા બેસી ગયા હતા પરંતુ બસ શરૂ થતા મુસાફરોને પંદર મિનીટ સુધી ધક્કા માર્યા હતા. અવારનવાર ખખડધજ બસોમા ખામી સર્જાતા અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે એસટી તંત્ર દ્વારા નવી બસો દોડાવવામા આવે તેવુ મુસાફરો ઇચ્છી રહ્યાં છે.

અવારનવાર બસ ઉભી રહી જતા મુસાફરોને હાલાકી તસ્વીરપૃથ્વી રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો