તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાફરાબાદની એસબીઆઇમાં અપુરતા સ્ટાફથી ગ્રાહકો ત્રસ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાફરાબાદનગરપાલિકાના સદસ્ય ચંદુભાઇ દ્વારા બેંકને રીજીયોનલ મેનેજરને રજુઆત કરી જણાવાયું હતુ કે શહેરમા આવેલ એસબીઆઇની શાખામા છેલ્લા ઘણા સમયથી સ્ટાફ અપુરતો હોવાથી ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બેંકમા ત્રણેક માસ પહેલા હડતાલ પાડવામા આવી હતી અને સમાધાન થયુ હતુ. હાલ સ્ટાફ અપુરતો હોવાથી અહી આવતા મહિલા, વૃધ્ધો સહિતના ગ્રાહકોને કલાકો સુધી લાઇનમા ઉભા રહેવુ પડે છે. રજુઆતમા વધુમા જણાવાયું હતુ કે અહીના વેપારીઓ દ્વારા અવારનવાર વધુ બારીઓ ખોલવાની પણ રજુઆત કરવામા આવી હતી. પરંતુ બેંક દ્વારા કોઇ કાર્યવાહી કરવામા આવતા ગ્રાહકોને પરેશાની ભોગવવી પડી રહી છે. આગામી દિવસોમા તહેવારો પણ નજીકમા આવતા હોય ગ્રાહકોને બેંકના કામ સબબ હાલાકી ભોગવવી પડે તે માટે વધારાની બારીઓ ખોલવામા આવે તેવી પણ માંગણી કરવામા આવી હતી. પ્રશ્નનો કોઇ ઉકેલ નહી આવે તો આગામી દિવસોમા બેંક સામે ઉપવાસ આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો