તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારાસભ્ય સોલંકીની સંસદીય સચિવ તરીકે પસંદગી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજુલાજાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની સંસદીય સચિવ તરીકે પસંદગી કરવામા આવતા સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરોમા ખુશી વ્યાપી ઉઠી હતી. શહેરમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરવામા આવી હતી. તાજેતરમા મુખ્યમંત્રીના પ્રધાન મંડળમા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હિરાભાઇ સોલંકીનો સમાવેશ કરવામા આવતા આગેવાનો અને કાર્યકરોમા થોડી નારાજગી જરૂર જોવા મળી હતી પરંતુ બાદમાં તેઓને સંસદીય સચિવ પદે પસંદગી કરવામા આવતા આગેવાનો અને કાર્યકરોમા ખુશી વ્યાપી ઉઠી હતી. રાજુલા જાફરાબાદ વિસ્તારના આગેવાનો ગાંધીનગર ખાતે દોડી ગયા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. રાજુલામા પણ કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઇ બોસ, કરણભાઇ બારીયા, સંજયભાઇ ધાખડા, ભગુભાઇ સોલંકી, રવુભાઇ ખુમાણ, વનરાજભાઇ ધાખડા, રસીકભાઇ, ચેતનભાઇ શિયાળ, ભાવેશભાઇ, જીજ્ઞેશભાઇ પટેલ, બકુલભાઇ પટેલ, હર્ષભાઇ સહિતના આગેવાનો ગાંધીનગર દોડી ગયા હતા અને મો મીઠુ કરાવી અભિનંદન પાઠવ્યા હતા.

રાજુલા પંથકના ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડયા : અનેક આગેવાનો ગાંધીનગર દોડી ગયા તસ્વીર- કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો