રાજુલામાં પ્રમુખ સ્વામી માર્ગ નામકરણ કરવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસરને રજુઆત

બ્રહ્મલીનપુ. પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિને આજીવન હ્દયમા સ્થાપિત કરવા માટે રાજુલા શહેરના માર્ગને પુજય પ્રમુખ સ્વામી માર્ગનુ નામકરણ કરવામા આવે તેવી અહીના નાગરિક દ્વારા પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને કાઉન્સીલરોને રજુઆત કરવામા આવી છે. રાજુલામા રહેતા સુભાષભાઇ વ્યાસ દ્વારા કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે સમગ્ર વિશ્વમા અનુયાયી ધરાવતા પ્રમુખ સ્વામી મહારાજે સામાજીક, આધ્યાત્મિક ક્ષેત્રે અભુતપુર્વ સિધ્ધી હાંસલ કરી છે. ત્યારે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામીની સ્મૃતિ કાયમ રહે તે હેતુથી રાજુલાના ટાવરથી હોળીયા હોળીયા હનુમાન રોડ અથવા તો માર્કેટીંગયાર્ડથી સવિતાનગર સોસાયટી તેમજ એસટી વર્કશોપથી છતડીયા સુધીના માર્ગને પુજય પ્રમુખ સ્વામી માર્ગ નામકરણ કરવામા આવે તેવી માંગ કરવામા આવી છે.

રજુઆતમા એમપણ જણાવાયું હતુ કે પાલિકાની જનરલ સભામા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામા આવે અથવા તો સરકયુલર ઠરાવ દ્વારા મંજુરી મેળવી તાત્કાલિક અમલવારી કરવામા આવે તેવી માંગ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...