• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • ટી 20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજુલાનાં ક્રિકેટરે રેકાર્ડબ્રેક પાર્ટનરશીપ નોંધાવી

ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજુલાનાં ક્રિકેટરે રેકાર્ડબ્રેક પાર્ટનરશીપ નોંધાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેલીયન્ટક્રિકેટની ક્લબની રેસ્ટ ઓફ વેલીયન્ટ ટીમ વતી રમતા રાજુલાના વિપુલ નારીગરા અને ગાઝિયાબાદના અતુલ ત્યાગીએ નેપાળમાં 10મી વિકેટની પાર્ટનરશીપમાં વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. રેસ્ટ ઓફ વેલીયન્ટ અને નેપાળની પોખરા ઇલેવન ક્લબ વચ્ચે 3 મેચોની સિરીઝ ચાલતી હતી.જેની છેલ્લી ટી-20 મેચમાં રેસ્ટ ઓફ વેલીયન્ટ દ્વારા ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પોખરા ઇલેવનને 20 ઓવરમાં 4 વિકેટ પર 166 રન બનાવ્યા હતા.જ્યારે 167 રનનો પીછો કરતા રેસ્ટ ઓફ વેલીયન્ટના ઓપનિંગ અતુલ ત્યાગી સિવાય બધા બેટ્સમેન ફ્લોપ જતા 44 રન પર 9 વિકેટ ફટાફટ પડી ગઇ હતી.

ત્યારે ઓપનિંગ બેટ્સમેન અતુલ ત્યાગી પીચ પર રહ્યા હતા અને તેમનો સાથ આપવા માટે ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલાના વિપુલ નારીગરા મેદાનમાં ઉતર્યો હતો. 10 વિકેટ પર બેટિંગ કરવા આવેલા વિપુલ નારીગરાએ તોફાની બેટિંગ કરતા 16 બોલમાં 40 રન બનાવ્યા હતા. જેમાં વિપુલે 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સ્કોર કર્યો હતો. જ્યારે ઓપનિંગ બેટ્સમેન અતુલ ત્યાગીએ પણ 18 બોલમાં 36 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેનને ખબર નહોતી કે 10મી વિકેટની વિક્રમ પાર્ટનરશીપ કરી દીધી છે.

રેકોર્ડ પાર્ટનરશીપમાં 4 બાયના રન અને 2 વાઈડ બોલના રન અને વિપુલના 16 બોલમાં 40 અને અતુલ ત્યાગીના 18 બોલમાં 36 સાથે 35 બોલમાં 82 રનની પાર્ટનરશીપ કરી કે જે ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં 10 વિકેટ માટે વિશ્વ વિક્રમજનક પાર્ટનરશીપ થઈ હતી. જ્યારે રેસ્ટ ઓફ વેલીયન્ટનો સ્કોર 44 પર 9 વિકેટ હતી. ત્યારે વિપુલ નારીગરા અને અતુલ ત્યાગીએ 35 બોલમાં 82 બનાવીને પોતાની ટીમને એક સન્માનજનક સ્કોર 126 સુધી પહોંચાડી દીધો હતી. પણ રેસ્ટ ઓફ વેલીયન્ટ 40 રનથી પોખરા ઇલેવન સામે હારી ગયું હતું.અને ટીમ 126 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...