તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા પ્રાંત કચેરીમાં ચોરી, અધિકારીઓમાં દોડધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામાકરોડોના ખર્ચે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીનુ નવુ બિલ્ડીંગ બનાવવામા આવ્યું હતુ. તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે ઉદ્દઘાટન પણ કરવામા આવ્યું પરંતુ કોઇ કારણોસર કચેરી કાર્યરત કરવામા આવતા લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠી છે. કચેરીમા ચોરી થયાની ચર્ચાએ પણ જોર પકડતા હાલ આરએન્ડબી વિભાગના અધિકારીઓમા દોડધામ જોવા મળી રહી છે. અહી નવનિર્મિત પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીનુ કામ બે માસ પહેલા પુર્ણ કરી કોન્ટ્રાકટરે આરએન્ડબી વિભાગને સોંપી દીધી હતી. કચેરીનુ ઉદ્દઘાટન પણ થયુ હતુ પરંતુ કચેરી શરૂ કરવામા આવતા અનેક ચર્ચા ઉઠી રહી છે. કર્મચારીઓમા એવી પણ ચર્ચા ઉઠી રહી છે કે નવી પ્રાંત કચેરી બનાવનાર કોન્ટ્રાકટરે ઓછા ભાવમા કામ રાખ્યુ હતુ અને બાદમા ભાવ તુટતા ફર્નિચર ઉતારી લીધુ છે. કચેરીમા ચોરી થયાની ચર્ચાએ પણ જોર પકડયુ છે. કચેરીમા વિજ વાયરો સહિત માલસામાન કોણ લઇ ગયુ તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે. ખરેખર કચેરીમા ચોરી થઇ હોય તો પોલીસ ફરિયાદ કેમ કરવામા નથી આવતી હાલ તો આરએન્ડબી વિભાગના અધિકારીઓમા અંગે દોડધામ મચી ગઇ હોવાનુ જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો