તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવકા અને કુંભારીયા ગામે બે ઇંચ વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાફરાબાદ, નાગેશ્રી, ટીંબીમાં પોણો ઇંચ : લાઠીમાં સૌથી ઓછો સાત મીમી વરસાદ

અમરેલીજીલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં આજે ફરી મેઘરાજાની પધરામણી થઇ હતી. રાજુલાના દેવકા, કુંભારીયા સહિતના ગામોમાં દોઢ થી બે ઇંચ વરસાદ થયો હતો. નાગેશ્રી, હેમાળ, અમરેલી પંથકમાં ઝાપટા વરસ્યા હતાં. તો જાફરાબાદમાં પોણો ઇંચ વરસાદ થયો હતો અને લાઠીમાં સાત મીમી પડયો હતો.

અમરેલીમાં આજે ઉકળાટભર્યુ વાતાવરણ હતુ અને મોડી સાંજે ઝરમર વરસાદ વરસ્યો હતો. જો કે રાજુલા-જાફરાબાદ પંથકમાં દરીયાકાંઠાના વિસ્તારમાં મેઘ મહેર થઇ હતી. જાફરાબાદ શહેરમાં ધીમી ધારે પોણો ઇંચ વરસાદ થયો હતો. જ્યારે રાજુલાના દેવકા, કુંભારીયા વિગેરે ગામમાં તો દોઢ થી બે ઇંચ વરસાદ પડી જતા નદી-નાળાઓ વહેવા લાગ્યા હતાં. ઝોલાપુરી નદીમાં પુર આવ્યુ હતું. જાફરાબાદના ટીંબી, નાગેશ્રી, હેમાળ, શેલણા, મોલી વિગેરે ગામોમાં પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો. જેને પગલે મોલાતને જાણે નવજીવન મળ્યુ હતું.

બે ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તસ્વીર- કે.ડી.વરૂ

વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો