નિંગાળામાં ડ્રાઇવર પર બે શખ્સો દ્વારા હુમલો કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાનાનિગાળામાં રહેતા કૌશિકભાઇ રામભાઇ લાખત્રોણા નામના યુવાનના વાહન ડ્રાઇવર વિજયભાઇ પોતાનું વાહન લઇને કોવાયાથી અંકલેશ્વર જઇ રહ્યા હતા. દરમ્યાન નિંગાળના પાટીયા નજીક અહી નિંગાળામાં રહેતો નાજા દડુ લાખત્રોણા નામના શખ્સે પોતાનું મોટરસાયકલ લઇને વાહનને ઓવરટેક કરીને કૌશિકભાઇના ડ્રાઇવર વિજયભાઇને શખ્સે કહ્યુ કે તુ વાહન માથે કેમ નાખે છે. તેમ કહીને શખ્સે ડ્રાઇવરને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો.

તેમજ ભોળા દડુ લખત્રોણા નામના શખ્સે પણ ડ્રાઇવર વિજયભાઇને ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમજ ડ્રાઇવરને ધમકી આપી હતી. કે તારા શેઠ કૌશિકભાઇને પણ જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી. બાદ ડ્રાઇવરને સારવાર માટે દવાખાને લઇ જઇને ઘર તરફ પરત ફરિ રહ્યા હતા. તે દરમ્યાન નિંગાળા ગામ નજીક ફરિથી બન્ને આરોપીઓએ આવીને કૌશીકભાઇને ધમકી આપી હતી કે તારા ડ્રાઇવરને સમજાવી દેજે નહિતર જાનથી મારી નાખુશુ. બનાવની બાદ કૌશીકભાઇએ મરીન પીપાવાવ પોલીસ મથકમાં બન્ને શખ્સો વિરૂધની ફરિયાદ નોંધાવી હતી. આથી હેડ કોન્સ્ટેબલ બી.એમ.વાઘેલાએ કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...