રાજુલા પોલીસે ચેકીંગમાં ઝડપી લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીએસ.ઓ.જી ટીમ દ્વારા રાજુલા શહેરમાં બે મોબાઇલ દુકાદારોને ચેક કરતા રજીસ્ટર બરાબર નહિ નિભાવતા પોલીસે બન્ને દુકાનદારોને પકડીને રાજુલા પોલીસ મથકને સોપી દીધા હતા.

અમરેલી એસ.ઓ.જીનાં રાહુલભાઇ સાર્દુલભાઇ, સુભાષભાઇ ઘોઘારી, ગૌરવભાઇ પંડયા, ડ્રાઇવર જે.પી.કોચરા વિગેરે સીમકાર્ડ વેચાણકર્તા વેપારીઓએ રજીસ્ટર નિભાવવા અંગે ચેકીંગમાં રાજુલા-જાફરાબાદ રોડ પર આવેલ મોબાઇલ દુકાનદાર નિલેષભાઇ લલ્લુભાઇ જેઠવા તથા બીજા દુકાનદાર મહેશભાઇ શીવાભાઇ બાટીયાની દુકાનો ચેક કરતાં સીમકાર્ડ વેચાણ કરે ત્યારે વેપારીએ જરૂરી માહિતી આધાર પુરાવા જાહેરનામામાં જણાવ્યાં મુજબની રાખવાનું હોય, જે નહિ રાખતા રજીસ્ટરમાં જણાવેલ કોલમ મુજબની વિગત સંપુર્ણ યોગ્ય રીતે ભરવામાં આવેલ નહીં હોવાથી પોલીસ દુકાનદારોમાંને પકડીને રાજુલા પોલીસ મથકને સોપી દીધેલ હતા.

અન્ય સમાચારો પણ છે...