તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલામાં ભાજપ મહામંત્રીને છરી ઝીંકી 8 હજાર લૂંટી લીધા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અગાઉ થયેલ ફરિયાદનાં મનદુ:ખમાં કારમાં પણ તોડફોડ કરી

જાફરાબાદમાંરહેતા ભાજપના મહામંત્રીને અહીંના એક શખ્સે અગાઉ ફોન પણ ગાળો આપેલ હતી. જે બાબતની ફરિયાદ જાફરાબાદ પોલિસ સ્ટેશનમાં નોંધાયેલ જે મનદુ:ખના પ્રશ્ને ગત તા.18 ના રોજ રાજુલાનાં હીંડોરણા ઠાકરધણી હોટલસામે બે શખ્સો લોખંડના પાઇપ અને છરી વડે યુવકને મારામારીને ફોરવ્હીનું નુકસાન કરીને રૂ.8000ની લુટ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ જાફરાબાદમાં રહેતા અશોકભાઇ રાજુભાઇ બારૈયા (ઉ.વ.39)ને શીવા ધાખડા નામના શખ્સે અગાઉ ફોન પર ગાળો આપેલ હતી. જે બાબતની ફરિયાદ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી.જે મનદુ:ખના પ્રશ્ને ગઇકાલે રાજુલાનાં હીંડોરણા ઠાકરધણી હોટલસામે શીવા વાલા ધાખડા નામના શખ્સે લોખંડની ટોમી અને એક અજાણ્યા શખ્સે મળીને લોખંડના પાઇપ વડે અશોકભાઇની કારમાં ઘા મારી નુકસાન કર્યુ હતું. શીવા વાલા ધાખડા નામના શખ્સે અશોકભાઇને છરી મારીને લોખંડની ટોમી વડે મારમાર્યો હતો. બીજા અજાણ્યા શખ્સે તેમને લોખંડ પાઇપથી મારીને ગાડીમાં રહેલ રૂ.8000 હજાર શીવા ધાખડાએ લઇને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. અશોકભાઇ અહીં ભાજપના મહામંત્રી છે. જેની ફરિયાદ અશોકભાઇ બારૈયાએ રાજુલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો