તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલામાં યુવતીએ પોતાના ગળા પર છરી ફેરવી કર્યો આપઘાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માનસિક બિમાર યુવતીનાં રહસ્યમય મોત અંગે ઉંડી તપાસ

રાજુલામાડોળીના પટ વિસ્તારમા આજે વહેલી સવારે 25 વર્ષની માનસિક બિમાર દેવીપુજક યુવતીએ કોઇ અકળ કારણોસર પોતાના ગળા પર છરી ફેરવી દઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સવારમા સૌપ્રથમ પોલીસને બનાવ રહસ્યમય જણાયો હતો પરંતુ બાદમા યુવતીએ આપઘાત કર્યાનુ પોલીસ ચોપડે નોંધાયુ હતુ.

પોતાના ગળા પર છરી ફેરવી યુવતીએ આપઘાત કર્યાની વિચિત્ર ઘટના રાજુલામા આજે વહેલી સવારે ડોળીના પટ વિસ્તારમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીની આશા રતિભાઇ પરમાર (ઉ.વ.25) નામની યુવતીની લાશ આજે લોહી નીતરતી હાલતમા તેના ઘરમાથી મળી આવી હતી. યુવતીને ગળાના ભાગે તિક્ષણ હથિયારના ઘાના નિશાન હતા. પ્રથમ દ્રષ્ટિએ તો બનાવ કદાચ હત્યાનો હોઇ શકે તેવી ચર્ચા ઉઠી હતી. જો કે બાદમા પોલીસે દિશામા તપાસ કરી હતી. યુવતીની માતા લીલીબેન રતિભાઇએ પોલીસને જણાવ્યું હતુ કે તેની પુત્રી માનસિક રીતે બિમાર હતી. અને આજે વહેલી સવારે પોતાના ઘરે કોઇ અકળ કારણોસર પોતાના ગળા પર છરી ફેરવી દઇ તેણે આપઘાત કર્યો હતો. યુવતીની લાશને પીએમ માટે રાજુલા દવાખાને ખસેડાઇ છે. રાજુલા પોલીસે તો હાલ પોતાના ચોપડે ઘટના આપઘાતની હોવાનુ નોંધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો