• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • રાજુલાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ દિવસે મળે છે મહિનું પાણી

રાજુલાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ દિવસે મળે છે મહિનું પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુ તો ઉનાળાનો આરંભ થવા જઇ રહ્યો છે ત્યાં જ પાણીની તંગી સર્જાવા લાગી છે. રાજુલા શહેરમા હાલ ત્રણથી ચાર દિવસે પાણીનુ વિતરણ કરવામા આવી રહ્યું છે જેને પગલે રહિશોમા ચિંતા જોવા મળી રહી છે. અહી ધાતરવડી-2 ડેમ તેમજ સ્થાનિક સોર્સમાથી પાણી પુરૂ પાડવામા આવે છે આ ઉપરાંત મહિનુ પણ પાણી આવે છે. આ ઉપરાંત અહીના ગ્રામ્ય વિસ્તારોમા કેટલાક ગામડાઓમા ઉનાળાના આગમન પુર્વે પાણીની તંગી સર્જાવા લાગી છે. અહીના ગ્રામ્ય વિસ્તારો પણ મહિ યોજના પર જ આધારિત છે ત્યારે પાંચ દિવસે એક વખત પાણીનુ વિતરણ કરવામા આવી રહ્યું છે જેના કારણે મહિલાઓને દુરદુર સુધી પાણી મેળવવા માટે ભટકવુ પડી રહ્યું છે. ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકોને પુરતુ પીવાનુ પાણી મળી રહે તેવુ આગોતરૂ આયોજન કરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...