• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • કોવાયા પાસે બાઇક સ્લીપ થતા વેપારીનું સારવારમાં મોત થયું

કોવાયા પાસે બાઇક સ્લીપ થતા વેપારીનું સારવારમાં મોત થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીપાવાવ પાસેના લોઠપુરમાં રહેતા વેપારી તેની કંપનીના મજુરોને પૈસા આપવા જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં કોવાયા નજીક બાઇકનું સ્ટેરીંગ ગુમાવતા બાઇક સ્લીપ થતા પડી જતા ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે વેપારીનું મોત નિપજ્યુ હતુ. મુળ મધ્યપ્રદેશના અને હાલ પીપાવાવ પાસે આવેલા લોઠપુરમાં રહેતા બ્રિજેશકુમાર રમેશકુમાર પાન્ડે નામના વેપારી સાત દિવસ પહેલા પોતાનું બાઇક લઇને તેની કંપનીના માણસોને પૈસા આપવા જઇ રહ્યા હતા. ત્યારે રીલાયન્સ કંપનીના ટી ટ્વેન્ટી ગેઇટની આગળ કોવાયા નજીક વેપારીનું બાઇકના સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઇ ગયુ હતુ અને તેઓ નીચે પડી ગયા હતા. અકસ્માત સર્જાતા વેપારીને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...