તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • લોરના માજી સરપંચની માથામાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા

લોરના માજી સરપંચની માથામાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્ની લગ્નમાં ગયા હતા : ઘરમાથી લોહીથી લથબથ લાશ મળી : પુત્રની પુછપરછ કરતી પોલીસ

ક્રાઇમ રીપોર્ટર. રાજુલા

જાફરાબાદતાલુકાના લોર ગામે આજે બપોરે ગામના માજી સરપંચ દિલુભાઇ મનુભાઇ વરૂની કોઇ અજાણ્યા શખ્સે માથામા તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી. ઘરમાથી તેમની લાશ લોહીથી લથબથ હાલતમા મળી હતી. ઘરમા તેઓ એકલા હતા. બનાવની કડી મેળવવા પોલીસે તેના પુત્રની પણ પુછપરછ શરૂ કરી છે. માજી સરપંચની ઘાતકી હત્યાની ઘટના જાફરાબાદ તાલુકાના છેવાડાના ખોબા જેવડા લોર ગામમા બની હતી. અહીના માજી સરપંચ દિલુભાઇ મનુભાઇ વરૂ (ઉ.વ.60) આજે બપોરે પોતાના ઘરે એકલા હતા ત્યારે ઘટના બની હતી. તેમના પત્ની બહારગામ લગ્નમા ગયા હતા અને પુત્ર પણ ઘરે હતો. બપોરે કોઇએ તેમના ઘરમા તપાસ કરતા લોહીથી લથબથ હાલતમા લાશ પડી હોવાનુ જણાયુ હતુ જેના પગલે નાગેશ્રી પોલીસને જાણ કરવામા આવી હતી.

નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે માથામા તિક્ષણ હથિયારના ઘા મરાયેલી તેમની લાશ મળી હતી. ખાંભાથી ઇન્ચાર્જ પીએસઆઇ રાણા પણ સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા. મૃતક પુર્વ સરપંચની લાશને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદના સરકારી દવાખાને ખસેડવામા આવી હતી. હત્યા કોણે કરી અને શા માટે કરી કયા હથિયારથી કરી તે સ્પષ્ટ થયુ હતુ. માજી સરપંચ ઘરે એકલા હતા ત્યારે ચોરીછુપીથી કોણ હત્યા કરી ગયુ તે જાણવા પોલીસ મથી રહી છે. મોડી સાંજ સુધી હજુ અંગે કોઇ ગુનો નોંધાયો હતો.

પત્ની કડિયાળી ગામે લગ્નમાં ગયા હતા

સુત્રોમાથીજાણવા મળતી વિગત અનુસાર માજી સરપંચ દિલુભાઇ વરૂના પત્ની આજે કડિયાળી ગામે એક લગ્ન પ્રસંગમા ગયા હતા જયારે તેનો પુત્ર ઘરે હતો. જો કે બાદમા તે રાજુલા ખાતે દવાખાને ગયો હોવાનુ પોલીસને જણાવ્યું હતુ. પોલીસે તેમના પુત્રની વધુ પુછપરછ શરૂ કરી છે.

નાગેશ્રીપોલીસ મથક ખાલી ખાલી

એકતરફ લોર ગામે હત્યાની ઘટના બની હતી ત્યારે નાગેશ્રી પોલીસ મથક સ્ટાફ વગરનુ જાણે ખાલી ખાલી હતુ. અહી પીએસઆઇ સહિત મોટાભાગનો સ્ટાફ જુનાગઢમા ભવનાથ ખાતે બંદોબસ્તમાં મોકલી દેવાયો હતો. ટીંબી ઓપીના તમામ કર્મચારી પણ બંદોબસ્તમા હતા જેને પગલે ખાંભાના પીએસઆઇને સ્ટાફ સાથે દોડવુ પડયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...