તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • નોટબંધી તો ગઇ પણ રાજુલા શહેરમાં મોટા પ્રમાણમાં એટીએમ બંધ હાલતમાં

નોટબંધી તો ગઇ પણ રાજુલા શહેરમાં મોટા પ્રમાણમાં એટીએમ બંધ હાલતમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાભાગનાં એટીએમ 5 દિવસ થી બંધ : નાંણા હોવાથી શહેરીજનો ત્રાહિમામ

નોટબંધી બાદ મોટાભાગના શહેરમાં એટીએમ શરૂ થઇ ગયા છે. અને એટીએમ સુવિધાથી લોકોને સંતોષ છે. પરંતુ રાજુલા શહેરમાં ફરીવાર નોટ બંધીની અસર દેખાણી હોય તેમ મોટાભાગનાના એટીએમ શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહ્યા છે. અહીં છેલ્લા પાંચ દિવસથી અમુક એટીએમ બંધ છે.છેલ્લા ચાર થી પાંચ દિવસથી એ.ટી.એમ માંથી નાણા ખુટ્યા છે. લોકોમાં ભારે કચવાટ ફેલાયો છે. એક તરફ સરકાર કહે છે નોટ બંધીની અસર નથી તો બીજી તરફ રાજુલામાં હજુ પણ આજ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અહીં એસ.બીઆઇ., આઇસીઆઇ, એચડીએફસી, ઍક્સિસ, બેન્ક ઓફ બરોડા, પંજાબ, કૃષિ બેન્ક સહીત મોટાભાગના બેન્કના એટીએમ નાણા વાંકે બંધ પડ્યા છે. સરકાર દ્વારા વહેલી તકે નાણા પૂરતા આપી એટીએમ સુવિધા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વિસ્તારના ઉદ્યોગના કમર્ચારીઓ અને ખાસ કરીને બહાર ગામના લેબરો રાતે સમય કાઢી નાણા ઉપાડવા આવે છે અને નાણા હોવાથી નિરાશ થઇને રાજ્ય સરકાર સામે રોષ ઠાલવી વિરોધ કરી પરત ઘરે જાય છે અને શહેરના લોકો તો બેન્ક સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. રાજુલાના રાજકીય અને નેતાઓ પણ ફોટા પડાવી ગયા પછી બેન્ક સામે જોતા નથી. લોકોની શું હાલત છે ? આવનારા દિવસોમાં વહેલી તકે એટીએમ સુવિધા શરૂ કરવામાં નહીં આવે તો કેટલાક જાગૃત નાગરિકો આવેદન પત્ર અને રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...