• Home
  • Saurashtra
  • Amreli District
  • Rajula
  • પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સુનાવણી યોજાઇ, દરિયાકાંઠાનાં વિસ્તારોનાં નક્શા બનાવાયા

પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સુનાવણી યોજાઇ, દરિયાકાંઠાનાં વિસ્તારોનાં નક્શા બનાવાયા

પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સુનાવણી યોજાઇ, દરિયાકાંઠાનાં વિસ્તારોનાં નક્શા બનાવાયા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:00 AM IST
રાજુલા જાફરાબાદ પંથકના દરિયા કાંઠે આવેલ વિસ્તારમાં સી.આર.જેડ મેપ એક્ટિવિટી નિયંત્રણ ઉદ્યોગ માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણના ડાયરેક્ટર ફાલ્ગુન મોદી, જિલ્લા કલેક્ટર આયુષ ઓક સહીતના ઉચ્ચ અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રાંત કચેરી ખાતે આજે સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં ઇફેકટર દરિયા કાંઠાના ગામોના નકશા બનાવાયા હતા. દરિયાઈ વિસ્તારના કથીવદર રામપરા,ભેરાઇ,કોવાયા,ભાકોદરઃ,વારારૂપ,વિક્ટર,પીપાવાવ ધામ સહીતના લોકો સરપંચો પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિતિમાં આ સુનાવણી યોજાઇ હતી.

સુનાવણીમા ગામ લોકોએ વનસ્પતિ સહીત પક્ષી વન્યપ્રાણી રક્ષણ માટે કેટલાક માઈલ સુધી સરકારી જમીનોમાં એક્ટિવિટી નિયંત્રણ ઉદ્યોગ માટે સીઆર જેડ મેપ બનાવાયા છે. જેને લઇને અનેક ગામોમાં વિવાદો હતા. કેટલાક વિસ્તારમાં નકશાઓમાં ગામના લોકોએ ભૂલો કાઢીને આક્ષેપો કર્યા હતા. તો કેટલાક લોકોએ આક્ષેપ કર્યો હતો આ સુનાવણી રદ કરી ફરી આ વિસ્તારમાં યોજવામાં આવે. આ સુનાવણીનું કારણ શું ? તે કેટલાક લોકો અભણ હોવાને કારણે ખબર નથી. કેટલીક જગ્યાએ ઉદ્યોગના કારણે પક્ષીઓ કાચબાને ઈંડા મુકવામાં પણ પરેશાની છે. તેને લઇને રજૂઆતો કરવામાં આવી હતી.આ ઉપરાંત લોકોએ તંત્રના પ્રશ્નો અને કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પણ તંત્રને ટકોર કરી હતી. જો આ વિસ્તારના લોકોને ખબર જ ન હોય અને જો આવા પ્રશ્ન થતા હોય તો મારી પણ માંગણી છે કે આ સુનાવણી રદ કરી ફરીવાર 1 માસ પછી કરવી જોઈએ. આ પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી. કેટલાક ગામોના સરપંચોએ લેખિતમાં રજૂઆતો આપી હતી. તો કેટલાક યુવાનોએ અહીં આવેલા ઉદ્યોગ સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

X
પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સુનાવણી યોજાઇ, દરિયાકાંઠાનાં વિસ્તારોનાં નક્શા બનાવાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી