• Home
  • Saurashtra
  • Amreli District
  • Rajula
  • રાજુલામાં રૂા. 10 લાખનાં ખર્ચે બન્યું જિલ્લાનું પ્રથમ સ્માર્ટ પોલીસ મથક, મુલાકાતીઓ માટે પણ અેસી ર

રાજુલામાં રૂા. 10 લાખનાં ખર્ચે બન્યું જિલ્લાનું પ્રથમ સ્માર્ટ પોલીસ મથક, મુલાકાતીઓ માટે પણ અેસી રૂમ

સીસીટીવી, આરઓ પ્લાન્ટ સહિત અનેકવિધ સુવિધાઓ ઉભી કરાઇ છે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:00 AM
રાજુલામાં રૂા. 10 લાખનાં ખર્ચે બન્યું જિલ્લાનું પ્રથમ સ્માર્ટ પોલીસ મથક, મુલાકાતીઓ માટે પણ અેસી ર
અમરેલી જિલ્લામાં ઓદ્યૌગિક જોનના કારણે રાજુલા પંથક દિવસે દિવસે અતિ વિકસી રહ્યું છે. તેવા સમયે 2018માં અમરેલી જિલ્લામાં પ્રથમ રાજુલા પોલીસ સ્ટેશનને રાજય સરકારે રૂા. 10 લાખ ફાળવી સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવ્યું છે. અહી અરજદારો હવે પરેશાન નહિ થાય. સાથે સાથે કોઈપણ પ્રકારની અગવડતા પણ ઉભી નહિ થાય અહી મુલાકાતીઓ માટે એસી રૂમ, સીસીટીવી, આરઓ પ્લાન્ટ સહિતની સુવિધાઓ ઉભી કરવામા આવી છે.

અમરેલી જિલ્લામાં આ એક જ પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે. સાથે આગામી ટૂંકા દિવસોમાં વિઝીટર રૂમમાં એસી પણ નાખવામાં આવશે. જેના કારણે અરજદારો આસાનીથી બેસી શકે તેમની રજૂઆતો અથવા તો પાસપોર્ટ કઢાવવા આવતા લોકો હેરાન ન થાય તેની માટે રાજય સરકારે આ પ્રકારની સુવિધા કરી છે. આખા પોલીસ સ્ટેશનની શકલ ફરી ગઇ છે. અને પી.આઈ.યુ.ડી.જાડેજા, પી.એસ.આઈ.જી.જી.જાડેજા, પી.એસ.આઈ.યશવંત સિંહ ગોહિલ સહિત પોલીસ કર્મચારીઓ પણ આ સ્માર્ટ પોલીસ સ્ટેશનના કારણે તેમનો ઉત્સાહ પણ વધી ગયો છે. સાથે સાથે આ પ્રકારની સુવિધા અમરેલી જિલ્લામાં માત્ર રાજુલા પોલીસ સ્ટેશનને જ આપવામાં આવી છે. જેના કારણે પોલીસ કર્મીઓમાં પણ આનંદની લાગણીઓ જોવા મળી રહી છે.

પોલીસ સ્ટેશન આવતા અરજદારો પણ ઉત્સાહમાં આવી જાય છે. બીજી તરફ પોલીસ સ્ટેશનની અંદર અને બહાર સીસીટીવી સજ્જ હોવાને કારણે તમામ ગતિવિધિ પર પી.આઈ.જાડેજા નજર રાખી રહ્યા છે.

ત્રણ સ્માર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવવાનો મોકો: પીઆઇ

રાજુલા પોલીસ મથકમા ફરજ બજાવતા પીઆઈ યુ.ડી.જાડેજાએ જણાવ્યું હતુ કે તેમની ફરજ દરમિયાન અંબાજી,ભચાઉ,રાજુલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે. ત્યારે તેમની ફરજ દરમિયાન ફરીવાર રાજુલા પોલીસ સ્ટેશન પણ સ્માર્ટ બની ગયું છે. તસ્વીર- કે.ડી.વરૂ

રાજુલામાં રૂા. 10 લાખનાં ખર્ચે બન્યું જિલ્લાનું પ્રથમ સ્માર્ટ પોલીસ મથક, મુલાકાતીઓ માટે પણ અેસી ર
X
રાજુલામાં રૂા. 10 લાખનાં ખર્ચે બન્યું જિલ્લાનું પ્રથમ સ્માર્ટ પોલીસ મથક, મુલાકાતીઓ માટે પણ અેસી ર
રાજુલામાં રૂા. 10 લાખનાં ખર્ચે બન્યું જિલ્લાનું પ્રથમ સ્માર્ટ પોલીસ મથક, મુલાકાતીઓ માટે પણ અેસી ર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App