તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • કલેકટર, જિલ્લા પોલીસ વડાએ રામકથા સ્થળનું નિરીક્ષણ કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલેકટર, જિલ્લા પોલીસ વડાએ રામકથા સ્થળનું નિરીક્ષણ કર્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
3 એપ્રિલથી શરૂ થશે રામકથા, મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

રાજુલાશહેરમાં આગામી3 એપ્રિલથી શરૂ થનારી રામકથામાં પૂજ્ય રમેશભાઈ ઓઝા રસપાન કરાવશે. તારીખ 7એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત સરકારના પ્રતિનિધિ સહીત ઉપસ્થિત રહેવાના હોય જેને પગલે આજે રામકથા સ્થળ પર નિરીક્ષણ કરવા જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા, જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ સહીત સ્થાની પ્રાંત અધિકારી પ્રજાપતિ પી.આઈ.વણજારા દ્વારા સભા સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

જેથી કાયદો, વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે એક્સન પ્લાન નક્કી થશે. ક્યા વિસ્તારમાં કેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહીતનું એક આયોજન નક્કી થશે. કથા દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી રાજુલામાં આવી રહ્યા છે. જેને લઇને સ્થાનિક તંત્ર હરકતમાં આવી ગયંં છે. ઉપરાંત અહી બનેલી નવી હોસ્પિટલનું લોકાર્પણ થાય તેવી શક્યતા છે.

બીજી વિદ્યાપીઠ દેવકાનું પણ લોકાર્પણનું પણ આયોજન થઇ રહ્યું છે જેને લઇને જિલ્લા કલેક્ટર એસ.પી.એ દેવકા ગામનું પણ નિરીક્ષણ કર્યું હતું. ટૂંક સમયમાં રિલાન્સ પરિવાર માંથી નામાંકિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના હોવાનું સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે. રામકથાને લઇ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને કથા સાંભળવા માટે ભાવિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો