• Gujarati News
  • રામપરામાં યુવાન પર પાઇપ કુહાડી વડે હુમલો

રામપરામાં યુવાન પર પાઇપ- કુહાડી વડે હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાનાંરામપરા બે ગામે એક આહિર યુવાન પર મજૂરી કામ પર નહીં આવવાનાં મુદ્દે પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

રામપરાના ગભરૂભાઇ જીણાભાઇ વાઘ (ઉ.વ. 40) નામના આહિર યુવાન પર તે ગામના નના સાવજ, લક્ષ્મણ વાલા, નાજા સાવજ, બાલા સાવજ અને જીકાર વાલા નામના શખ્સોએ હુમલો કર્યો હતો. પાંચેય શખ્સોએ તુ મજુરી કામે કેમ આવતો નથી તેમ કહી તેને પાઇપ અને કુહાડીના ઘા મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે તેણે રાજુલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.હેડ કોન્સ્ટેબલ બી.એચ. ગંભીર બનાવની તપાસ ચલાવી રહ્યા છે. અન્ય એક ઘટનામાં રાજુલા તાલુકાના ખાખબાઇ ગામની રામુબેન જીતુભાઇ બાબરીયા નામના પરિણીતાએ પોતે બિમાર હોય દવાખાને લઇ જવાનું કહેતા પતિ જીતુ દેવશી બાબરીયા, સાસુ જેઠીબેન દેવશી અને કાકાજી રાજા બાબરીયાએ ઢીકાપાટુનો માર મારી ત્રાસ ગુજારતા તેણે રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.