તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • કથીવદરમાં માંગણી કરાયેલ જમીન ઉપર ગેરકાયદે દબાણ દુર કરવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કથીવદરમાં માંગણી કરાયેલ જમીન ઉપર ગેરકાયદે દબાણ દુર કરવા માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આરટીઆઇ એક્ટિવીસ્ટ એસો. દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

રાજુલાતાલુકાના કથીવદર ગામે સ્થાનિક રહેવાસીઓ દ્વારા રોજગાર મેળવવા માંગણી કરાયેલ જમીન ઉપર ગેરકાયદે દબાણ દુર કરવા અને જમીન ફાળવવા આરટીઆઇ એકટીવીસ્ટ એસો. દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામા આવી છે.

આરટીઆઇ એકટીવીસ્ટ એસો.ના અમરાભાઇ વાઘ દ્વારા કરવામા આવેલી રજુઆતમા જણાવાયું છે કે કથીવદરમા ખેડૂત ખાતેદાર પરિવારના અમરાભાઇ વાલેરાભાઇ વાઘ અને નનાભાઇ વાલેરાભાઇ વાઘ દ્વારા કથીવદર ગામની સર્વે નંબર 122/1અ જમીનમા મીઠુ પકાવવાના અગર બનાવી સ્થાનિક શ્રમજીવીઓને રોજગાર મળે એવા હેતુથી તા. 14/5/13ના રોજ જિલ્લા કલેકટર કચેરીમા ભાડા પેટે ઉપરોકત જમીનની આધાર પુરાવા સાથે સરકારના નિયમ મુજબ માંગણી કરવામા આવેલ છે.

કલેકટર દ્વારા નિર્ણયમા વિલંબ થતા જમીન ઉપર કોઇપણ સરકારી વિભાગની પુર્વ મંજુરી લીધા વગર રાજુલામા લક્કી ટ્રેડર્સ નામે પેઢી ચલાવતા અબ્બાસભાઇ જાફરી નામના શખ્સ દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયત કે પ્રાંત કચેરી કે કલેકટર કે ગુજરાત પ્રદુષણ નિયમંત્ર બોર્ડ અને ફિશરીઝ વિભાગની પુર્વ મંજુરી લીધા વગર જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવી ઝીંગા ફાર્મ શરૂ કરવામા આવ્યું છે. શખ્સો અરજણભાઇ વાઘ અને આતાભાઇને મારી નાખવાની ધમકી અને રાયોટીંગ કેસ કરવાની ધમકી આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો