તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરનાથ યાત્રીઓ હેમખેમ વતન પરત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજુલાનાધારાસભ્ય હિરાભાઇ સોલંકી અહીના યુવકોને લઇને અમરનાથયાત્રા પર ગયા હતા. પરંતુ કાશ્મીર ખીણમા સ્થિતી વણસતા યાત્રા અટકાવી દેવી પડી હતી અને ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાઇ ગયા હતા. જો કે આજે ધારાસભ્ય સહિત તમામ યાત્રિકો હેમખેમ પરત ફરતા રાજુલા પંથકમા ઠેરઠેર સ્વાગત કરાયુ હતુ.

રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી અહીથી 125 ઉપરાંતના યુવાનોને લઇને અમરનાથની યાત્રાએ ગયા હતા બાદમાં પરત ફરતી વખતે કાશ્મીર ખીણમા સ્થિતી તંગ બની જતા યાત્રિકોને અટકાવી દેવાયા હતા. રાજુલાના યુવકો જે બસમા પ્રવાસ કરી રહ્યાં હતા ત્યારે તેમની બસ ઉપર પથ્થરમારો કર્યો હતો જો કે સદ્દનશીબે કોઇને ઇજા પહોંચી હતી અને ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ તુરત દોડી ગયા હતા. અને હોટેલમા તમામ યાત્રિકો સાથે સલામત રીતે રહ્યાં હતા.

ત્યારે આજરોજ હિરાભાઇ સોલંકી તેમજ તેમના પરિવારો અને અન્ય યાત્રિકો સલામત રીતે પરત ફરતા ઠેરઠેર સ્વાગત કરવામા આવ્યું હતુ. દાતરડી, વિકટર, વિસીયાળા, મજાદર, પીપાવાવ ધામ, નિંગાળા, કડીયાળી સહિતના ગામના સરપંચો સહિત ખેડૂતો અને આગેવાનોએ તેમને ફુલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા. ઉપરાંત બાળાઓ દ્વારા પણ ઠેરઠેર સામૈયા કરી સ્વાગત કરાયુ હતુ. ઉપરાંત શહેરના વેપારીઓ અને પાલિકાના સદસ્યો અને યાર્ડના ડિરેકટરો તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારોએ પણ ઉપસ્થિત રહી ધારાસભ્ય સહિત યાત્રીકોનુ સ્વાગત કર્યુ હતુ. અત્રેન નોંધનીય છે કે, અમરનાથ યાત્રા દરમિયાન કાશ્મીર હિંસા ફાટી નિકળતા યાત્રા રોકી દેવામાં આવી હતી અને ત્યાં લોકો ફસાઇ ગયા હતા.

તમામ લોકો સલામત ઘરે પહોંચી ગયા : સોલંકી

ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ જણાવ્યું હતુ કે ઇશ્વર મને લોકોની આવી રીતે મદદ કરવાનો લાભ આપે અને મને નિમિત બનાવે. ત્યાંની સ્થિતીની તો વાત શું કરવી તમામ લોકો સહી સલામત ઘર પહોંચી ગયા અને અહીના લોકોએ જે સન્માન કર્યુ છે અને પ્રેમ લાગણી જોઇને મને આનંદ થાય છે. આમ તેઓએ પોતાની અમરનાથ યાત્રા દરમિયાનનાં અનુભવો સ્વજનો સાથે વાગોળીયા હતા. તસ્વીર-કે.ડી.વરૂ

ધારાસભ્ય સોલંકી સહિતનાં લોકોને વાજતે-ગાજતે સ્વાગત કરી સ્વજનો દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો