તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • બેફામ બનેલા રેત માફિયા સાથે સાંઠગાંઠ રાખનાર ખાણ ખનિજ વિભાગ પર લગામ કોણ લગાવશે ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેફામ બનેલા રેત માફિયા સાથે સાંઠગાંઠ રાખનાર ખાણ ખનિજ વિભાગ પર લગામ કોણ લગાવશે ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજીલ્લામાં રેતી ચોરી કરનારા તત્વો બેફામ છે. તંત્રની મીલીભગતથી રેત માફીયાઓ ખુલ્લેઆમ શેત્રુજી નદીના પટમાંથી રેતી ઉપાડી રહ્યા છે. ખુદ પોલીસ તંત્ર શેત્રુજીના પટમાંથી રોતચોરી કરતા વાહનો ઝડપી પાડી ખાણખનીજ વિભાગને સોંપે છે આવા વાહન માલિકો સામે ખરેખર તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી થવી જોઇએ પણ તેમને મહેમાનની જેમ સાચવવામાં આવી રહ્યા છે. શા માટે તે સૌ કોઇ જાણે છે. ત્યારે સવાલ ઉઠે છે કે ખાણખનીજની મનમાની પર લગામ કોણ નાખશે

અમરેલી જીલ્લામાં આજકાલથી નહીં પણ ઘણા લાંબા સમયથી ખનીજ અને રેતમાફિયાઓ સક્રિય છે. સ્વાભાવિક રીતે ખાણખનીજ વિભાગ અને રાજકિય આગેવાનોની તેના પર રહેમનજર હોવાની. ત્યારે પ્રકારની મોટાપાયે લુંટમાર સંભવી શકે. રાજુલા જાફરાબાદ પંથકમાં આવેલા મહાકાય ઉદ્યોગોમાં વિવિધ ખનીજની ભારે માંગ રહે છે. અહીં માટી, મોરમ અને રેતીની માંગ પહોંચી શકાય તેટલી રહે છે. વળી અમરેલી જીલ્લામાંથી પસાર થતી શેત્રુજી નદીની રેતીની સૌરાષ્ટ્ર ભરમાં માંગ રહે છે. બાંધકામ ઉદ્યોગ માટે રેતી ખુબ સારી ગણાય છે. પરંતુ થોડા સમય પહેલા સાવજના ઘર સમા વિસ્તારમાંથી શેત્રુજીના પટમાંથી રેતી ઉપાડવા પર હાઇકોર્ટે પણ પ્રતિબંધ ફરમાવ્યો હતો.

હાઇકોર્ટના હુકમ બાદ અહીંના રેત પરવાના પણ રદ્દ થઇ ગયા હતાં. આમ છતા રેતમાફિયા તંત્રની મીલીભગતથી શેત્રુજીના પટમાંથી બેખૌફ બની રેતી ઉપાડી રહ્યા છે. ખાણખનિજ વિભાગે શા માટે આંખ આડા કાન કર્યા છે તે સૌ કોઇ સમજે છે. પણ તાજેતરમાં પોલીસે આવા રેત માફિયાઓ સામે લાલઆંખ કરી છે. અત્યાર સુધીમાં અનેક વાહનો પકડી પાડવામાં આવ્યા છે. શેત્રુજીના પટમાંથી ગેરકાયદે રેતીની હેરાફેરી કરતા વાહનો પકડી પોલીસે ખાણખનીજ વિભાગના હવાલે કર્યા છે. પરંતુ ખાણ ખનિજ વિભાગ જાણે પોલીસે પકડેલા વાહનોને છોડી મુકવાની કામગીરી કરવાની હોય તે રીતે કામ થઇ રહ્યું છે.

લાલચુ રેત માફિયાઓ અને ભ્રષ્ટ સરકારી બાબુઓના કારણે શેત્રુજી નદીને કુદરતે આપેલો રેતવૈભવ લુંટાઇ રહ્યો છે.

ભાજપના આગેવાનોએ કરી હતી રજૂઆતો

ભુતકાળમાંઅમરેલીના ખાણ ખનીજ વિભાગ દ્વારા કરોડોની ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની ખુદ ભારતિય જનતા પાર્ટીના સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ, વી. વી. વઘાશીયા વિગેરે દ્વારા રજુઆત કરાઇ હતી પરંતુ ઉપરથી દબાણ આવતા તેમણે પણ મૌન ધારણ કરી લેવુ પડ્યુ છે.

રાતનાસમયે થાય છે વધુ રેતચોરી

શત્રુજીનાપટમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ હોય દિવસના સમયે હેરાફેરી પર સૌનું ધ્યાન પડે છે. માટે રાતના સમયે નદીના પટમાંથી વાહનોમાં રેતી ભરવામાં આવે છે. નદીના પટમાં જેસીબીની લાઇટની મદદથી કામ ચાલી જાય છે. પોલીસે અવારનવાર રાતના સમયે આવા વાહનો પકડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો