• Gujarati News
  • લાઠી રાજુલામાં આદર્શ ગામ અંગે બેઠકો મળી

લાઠી-રાજુલામાં આદર્શ ગામ અંગે બેઠકો મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાપંચાયત પ્રમુખ શરદભાઇ લાખાણીએ જણાવ્યું હતુ કે ગામની શાળાઓ, આંગણવાડીઓમાં બાળકોને સ્વચ્છ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠાની યોજનાનો પણ ઉપયોગ કરી શકાય, તેવી રીતે વનિકરણ માટે જંગલખાતાનો સંપર્ક કરી વૃક્ષારોપણ કરી શકાય, સિંચાઇ યોજનાનો લાભ લઇ ડેમની બાજુમાં ફરવા લાયક સ્થળ બનાવી શકાય. ઉપરાંત સરપંચોને નમુનારૂપ ગામ બનાવવા માટે વિવિધ ખાતા, કચેરીઓનો અધિકારીઓનો સંપર્ક કરી ગામને જરૂરિયાત મુજબ સુવિધા ઉપલબ્ધ કરાવવા અને લોકોના જીવન ધોરણ ઉંચા લાવવા ભાર મુકયો હતો.

તકે અમરેલી જિલ્લાના ગામડાઓની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ થઇ શકે તે માટે વિલેજ પ્રોફાઇલ નેટ પર મુકવા અંગેની માહિતીથી પણ વાકેફ કરવામા આવ્યા હતા. ઉપરાંત ગામમા એકપણ બાળક કુપોષિત રહે તે માટે તેમણે આંગણવાડી વર્કરો, સુપરવાઇઝરો અને સીડીપીઓને ખાસ સુચના આપી હતી. તકે વિજયભાઇ યાદવ, મયુરભાઇ હિરપરા, ભરતભાઇ સુતરીયા, મગનભાઇ કાનાણી, ઘનશ્યામભાઇ સાવલીયા, લાલજીભાઇ સાબલપરા, દેહુરભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

વિકાસ| િજલ્લાનાં 595 ગામો બનશે આધુનિક