તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

31માર્ચ સુધીમાં રકમ ભરી જવા અનુરોધ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાનગરપાલિકા દ્વારા શહેરીજનોને કરવેરાની બાકી રકમ ભરી જવા અનુરોધ કરવામા આવ્યો છે. શહેરમા મિલકત ધારકો તેમજ દુકાનદારો તેમજ અન્ય વેરા બાકી હોય તેમને માંગણા બીલોની વહેંચણી કરવામા આવી છે આગામી 31માર્ચ સુધીમા વેરા શાખામા બાકી રકમ ભરી જવા તાકિદ કરવામા આવી છે.

રાજુલા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ ચલાવવામા આવી રહી છે. ઉપરાંત તમામ વોર્ડમા માંગણા બીલોની વહેંચણી પણ કરવામા આવી છે. જે મિલકત ધારકોને બીલ મળ્યું હોય તેઓ વેરા શાખાનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. ઘર વેરો, પાણી વેરો તેમજ દુકાન લાયસન્સ તેમજ વ્યવસાય વેરો, લીઝની બાકી રકમ હોય વિગેરે ભરી જવા જણાવાયું છે.

વર્ષ 2016-17નુ વર્ષ પુર્ણતાના આરે હોય તા. 31 માર્ચ સુધીમા વેરા શાખામા ભરવા તાકિદ કરવામા આવી છે. નગરપાલિકા દ્વારા જે લોકોની મોટી રકમ બાકી હોય તેઓને પણ નોટીસ ઇસ્યુ કરવામા આવી છે. નોટીસ મળી હોય તો પાલિકાની વેરા શાખાનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો