તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • આગેવાનો દ્વારા પ્રથમ વખત અમરેલી જિલ્લામાં પોલીસની કામગીરીને બિરદાવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગેવાનો દ્વારા પ્રથમ વખત અમરેલી જિલ્લામાં પોલીસની કામગીરીને બિરદાવાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીજિલ્લામાં નોટબંધી બાદ અનેક ગામોમા બેંક સામે હોબાળો અને ઝઘડાઓ જોવા મળ્યાં હતા. ખેડૂતો અને ગ્રાહકોમાં બેંકોમાં ભારે ધસારો અને રાજુલામાં 27 જેટલી બેંકોમાં અમરેલી પોલીસ વડાએ પોલીસ મુકી કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજુલા પોલીસ દ્વારા પોલીસ જેવું નહી પણ પોલીસ બેંકોના ગ્રાહકોના મિત્રો હોય તેમ જો હોબાળો થાય કે ઝઘડો થાય તો પણ કોઇ પણ ફરીયાદ વિના રસ્તો કાઢી મામલાને શાંત પાડતા હતા. ત્યારે બીજી બાજુ પોલીસ વૃધ્ધો અને સીનીયર સીટીજનોને પણ માન સન્માનથી બોલાવતા અને ફોર્મ ભરવાના, બેંકોના કર્મચારીની કામગીરી હોય તે પોલીસ પોતે પણ ગ્રાહકોને ફોર્મ ભરીને આપતી હતી.આજે પણ આદર્શો અંગે તાજેતરમાં રાજુલાના સેવા-ભાવી અને ભાજપના આગેવાન મનુભાઇ ધાખડાએ જણાવ્યું હતું કે રાજુલા પોલીસ સ્ટાફની સારી કામગીરી બદલ પોલીસ સ્ટાફને જમાડ્યો હતો. રાજુલા પોલીસની સારી કામગીરીની પ્રશંસા કરી સૌ પ્રથમ વખત અમરેલી જિલ્લામાં પોલીસની કામગીરી બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો