તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • રાજુલાથી ખાખબાઇ માર્ગ અને ધાતરવડી નદી પર પુલ બનાવવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલાથી ખાખબાઇ માર્ગ અને ધાતરવડી નદી પર પુલ બનાવવા માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો ઉપવાસ આંદોલન

ખાખબાઇથીરાજુલા જવા માટે એક મહત્વનો રોડ અને ધાતરવડી પુલ બન્નેની હાલ તાતી જરૂરીયાત હોય તેઓનાં કામમાં સિંચાઇ વિભાગ દ્વારા તેમજ રાજકીય લેવલથી કામને પ્રગતિ અવરોધ કર્યો છે. હાલ જે ઘાણા નદીનો પુલ જે ટેન્ડરીંગ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો અને વર્કઓર્ડર પણ જે તે પાર્ટીને આપવામાં આવ્યો હતો. જો કે કોઇ ઉકેલ આવતા લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.

ખાખબાઇ ગ્રામજનોની માંગણી છે કે, તેઓના ખાખબાઇથી રાજુલા જવા માટેનો મહત્વનો રોડ તેમજ ધાતરવડી નદી પરના પુલ બંનેનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને તેથી તેઓને સંબંધિત કચેરી તરફથી લેખીતમાં બાંહેધરી આપવામાં આવે તેવી તેઓની માંગણી કરી છે. તેમ છતાં તેઓની પીડાને આજદિન સુધી કોઇ સમજી શક્યું નથી. જેથી અવે તેઓના પ્રશ્નો અંગે જવાબદાર કચેરી તરફથી 7 દિવસમાં નિરાકરણ કરવામાં નહીં આવે કે સંતોષકારક કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો મુદ્દત વિત્યા બાદ ખાખબાઇ ગામના ગ્રામજનો આપ સાહેબની કચેરીના પટાંગણમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરીશુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો