તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરીયાદ| કર્મચારીઓને સમાન વેતન અપાતુ હોઇ રોષ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજુલાનગરપાલિકા કર્મચારીને ચોથુ પગારપંચ મળે છે. બીજા કર્મચારીઓને છઠુ અને સાતમુ પગારપંચ મળે છે. આવા કર્મચારીઓનો મોંઘવારીમાં શું હાલ હશે નગરપાલિકાના કર્મચારી પણ બીજા કર્મચારીની જેમ નિયમ મુજબ કલાકો કામ કરે છે.આ ઉપરાંત સરકાર યોજનાઓ, ગરીબ કલ્યાણમેળા, તથા સેવા સેતુ તથા અન્ય કામગીરીમાં જોતરે છે. છતા સમાન વેતન અપાતુ નથી.

તેમ છતાં કર્મચારી અનેકવાર લેખીત તથા હડતાલ, શસ્ત્ર ઉગામ્યું પણ પરિણામના નામે શૂન્ય. માટે કર્મચારી ફરી લડત શરૂ કરવાનું વિચારી રહી છે. અને ચુંટણીમાં મતનો બહિષ્કાર કરે તો ના નહી તેવું સંભળાય રહ્યું છે. કર્મચારીને પણ મહેકમ ઉપર પગાર ચુકવાઇ મહેકમ પ્રથા બંધ કરવી જોઇએ. રાજુલા નગર પાલિકા સ્વચ્છતા અભિયાન તથા અન્ય નગરપાલિકા તમામ સેવાઓ પરી પાડે છે. પણ પગાર ભથ્થામાં કોઇ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કર્મચારીની જેમ પગારપંચ મળતું નથી. તેથી કર્મચારીમાં ભારે નિરાશા જોવા મળે છે. માટે અનેક મીટીંગો લેખિત રજુઆતો અને ઉપવાસ આંદોલન થયા પણ કર્મચારી સામે સરકાર ક્યારે જોશે તેવો સવાલ કર્મચારી માંથી ઉઠ્યો છે.હવે જોવાનુ રહ્યું છે કે કર્મચારીઓને ક્યારે લાભ મળે છે. માટે નગરપાલિકાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લેખિત રજુઆત પણ કરી છે. તેથી નગરપાલિકાનાં કર્મચારી પ્રશ્ન હલ થશે કે પછી નહી કર્મચારી ગણમાં ભારે નારાજગી જોવા મળે છે.

રાજુલા નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો