તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • ટીંબીમાં ગામ લોકોનાં વિવિધ પ્રશ્નો સાંભળતા ધારાસભ્ય અમરીષ ડેર

ટીંબીમાં ગામ લોકોનાં વિવિધ પ્રશ્નો સાંભળતા ધારાસભ્ય અમરીષ ડેર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રાજુલા,જાફરાબાદ અને ખાંભા વિસ્તારના ધારાસભ્ય અમરીષ ડેરે મુલાકાત લીધી હતી. અને સૌ ગામજનોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ તકે ગામના અગ્રણી આગેવાનો પણ હાજર રહ્યા હતા.

અમરેલી જિલ્લામાં ધારાસભ્યો તેમના વિસ્તારમાં ફરીને ગામલોકોના પ્રાણપ્રશ્નો સાંભળી તેમના પ્રશ્નોનો નિકાલ કરવા માટે કામગીરી કરી રહ્યા છે. ત્યારે રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારના ધારાસભ્ય અમરીષ ડેરે ટીંબી ગામે મુલાકાત લીધી હતી. અને લોકોના પ્રાણપ્રશ્નો સાંભળ્યા હતા. આ તકે ગામના આગેવાનો નાથાભાઇ ભાલોળા, સુખાભાઇ, રાજુભાઇ ઉકાણી, સરપંચ ચેતનભાઇ, હાદાભાઇ, મુસ્લીમ સમાજના મોભી એવા સુલેમાનભાઇ, આરીફભાઇ, ભનુભાઇ તેમજ અન્ય લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે ધારાસભ્ય ડેરે ગામલોકોને જણાવ્યું હતું કે ટીંબીના પ્રશ્નો માટે મને આપ લોકો જ્યારે પણ જણાવશો ત્યારે તે પ્રશ્નો ઉકેલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...