યાત્રાનું સ્વાગત કરાયું : મહાપ્રસાદનું પણ આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રજિલ્લામા જગતનો તાત સહિત સૌ કોઇ મેઘરાજા મનમુકીને વરસે તેવી વિનવણી કરી રહ્યાં છે. ત્યારે મેઘરાજાને મનાવવા રાજુલાથી નીકળેલી પદયાત્રા ભંડારીયા આવી પહોંચતા સૌ કોઇએ યાત્રાનુ સ્વાગત કરાયુ હતુ. અહી સૌ કોઇએ મેઘરાજાને પ્રાર્થના કરી હતી.

બાબરીયાવાડ પંથકમા વરૂણદેવ મન મૂકી વરસે તે માટે રાજુલા નગર પાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા દ્વારા રાજુલાથી ભંડારીયા પદયાત્રાનુ આયોજન કરવામા આવ્યું હતુ. જેમાં આજે વહેલી સવારે હઠીલા હનુમાનથી ભંડારીયા સુધી પગપાળા કરી વરસાદને મનાવવા મોટી સંખ્યામા લોકો જોડાયા હતા. યુવાનો વિવિધ સમાજના લોકો વિવિધ પક્ષના રાજકીય આગેવાનો પણ પદયાત્રામા જોડાયા હતા.

પદયાત્રા ભંડારીયા પહોંચી હતી અને અહી હનુમાનજી પાસે વહેલી તકે વરસાદ રાજુલા અને સમગ્ર ગુજરાત રાજ્યમા પડે તેવી પ્રાર્થના કરી હતી. માર્ગો પર ભંડારીયા હનુમાનના જય જય કાર સાથે પદયાત્રા આવી પહોંચતા સૌએ સ્વાગત કર્યુ હતુ.

ભંડારીયામાં મહાપ્રસાદનુ પણ આયોજન કરાયુ હતુ. તસ્વીર-કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...