તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાંચમાં બેભાઇઓ પર 5 શખ્સોનો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાતાલુકાના ચાંચમાં રહેતા બહાદુરભાઇ જગુભાઇ શિયાળ નામના યુવાન ગત તા.10ના રોજ રાત્રીના સમયે ગામમાંથી પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો. દરમ્યાન રસ્તામાં કુંમાર ભાનુ ઘુંઘરવા, સંજય જખર શિયાળ અને મહેશ લાખા ગુજરીયા નામના ત્રણ શખ્સો પીધેલી હાલતમાં યુવાનને કોઇ કારણોસર ગાળો આપવા લાગ્યા હતા. બાદ યુવાને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઇને ત્રણ શખ્સોએ બડીયા વડે હુમલો કરીને મારમાર્યો હતો. દરમ્યાન યુવાનના મોટા ભાઇ રમેશભાઇ અહી આવીને બચાવવા જતા તેઓને પણ મારમાર્યો હતો. બાદ ગામના બે વ્યક્તિ આવી જતા શખ્સ જતા રહ્યા હતા. તેમજ યુવાને તેમજ તનો ભાઇ ઘર તરફ જઇ રહ્યા હતા. દરમ્યાન રસ્તામાં મયુર વાલા અને સંજય બટુક ગુજરીયા નામના શખ્સોએ કહ્યુ કે તમે મારા મીત્રી સાથે કેમ બોલો છો તેમ કહીને મુઢમાર માર્યો હતો. બનાવ બાદ બન્નેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અહી સારવાર દરમ્યાન બહાદુરભાઇએ રાજુલા પોલીસ સમક્ષ તમામ હકીકત જણાવતા પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...