તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • Rajula ડિઝલ અને ટાયરનાં ભાવમાં વધારો થતાં જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદીના ભરડામાં

ડિઝલ અને ટાયરનાં ભાવમાં વધારો થતાં જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદીના ભરડામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ અને કોવાયા સહિત ઔદ્યોગિક વિસ્તારમાં અનેક ઉદ્યોગો આવેલા છે. અહીંથી લાખો ટન માલની આવક જાવક ટ્રકોમાં થાય છે. જેથી હજારો લોકોને રોજગારી મળે છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં ટાયરના ભાવમાં અને ડીઝલના ભાવમાં છેલ્લા ૬ મહિનાથી ભયંકર વધારો થતાં આ વિસ્તારના ટ્રક માલિકોની માઠી દશા બેઠી છે. ટ્રક માલિકો દિવસે દિવસે વધુ લેણદાર બનતા જાય છે.

રાજુલા જાફરાબાદ પંથકમા અનેક નાના મોટા ઉદ્યોગો ધમધમે છે. અહી મોટી સંખ્યામા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આવેલો છે. દરરોજ માલસામાનની હેરફેર ટ્રક મારફત જ થાય છે. જો કે એકાદ વર્ષથી ટ્રકોના ટાયરોના ભાવમા વધારો ઝીંકાયો હતો. બાદમા દિવસેને દિવસે ડિઝલના ભાવોમા પણ સતત વધારો થતો જાય છે જેના કારણે આ પંથકમા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદીના ભરડામા સપડાઇ રહ્યો છે. જેના કારણે ટ્રક માલિકો પણ મુંઝવણ અનુભવી રહ્યાં છે. ટ્રકોમા એવરેજ આવતી ન હોય અને ડિઝલના ભાવમા સતત વધારો થતો હોય વેપારીઓને પરવડી શકે તેમ નથી.

આ ઉપરાંત મેન્ટેનન્સ પણ વધુ આવે છે. અહીના ઉદ્યોગોમા અનેક ટ્રકો મારફત માલસામાનની હેરફેર થતી હોય છે. પરંતુ ખાનગી ઉદ્યોગો ભાડુ વધારતા ન હોય ટ્રકના ધંધાર્થીઓ પણ મુશ્કેલીમા મુકાયા છે. વેપારીઓને ટોલ નાકાનો ખર્ચ પણ પરવડતો નથી. હાલ તો રાજુલા, જાફરાબાદ પંથકના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો જાણે મંદીના ભરડામા સપડાઇ ગયા હોય તેવી સ્થિતિનુ અહી નિર્માણ થયુ છે.

અન્ય સમાચારો પણ છે...