• Home
  • Saurashtra
  • Amreli District
  • Rajula
  • Rajula - જાફરાબાદ તાલુકાના બલાણા ગામે આજે તળાવના કાંઠે કપડા ધોવા

જાફરાબાદ તાલુકાના બલાણા ગામે આજે તળાવના કાંઠે કપડા ધોવા

જાફરાબાદ તાલુકાના બલાણા ગામે આજે તળાવના કાંઠે કપડા ધોવા ગયેલી બે સગી બહેનો સહિત ત્રણ કિશોરી તળાવના પાણીમા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:26 AM
Rajula - જાફરાબાદ તાલુકાના બલાણા ગામે આજે તળાવના કાંઠે કપડા ધોવા

જાફરાબાદ તાલુકાના બલાણા ગામે આજે તળાવના કાંઠે કપડા ધોવા ગયેલી બે સગી બહેનો સહિત ત્રણ કિશોરી તળાવના પાણીમા ન્હાવા પડતા ડૂબી જવાથી મોત થયુ હતુ. અન્ય એક કિશોરી તેમની સાથે જ ગઇ હતી પરંતુ ન્હાવા ન પડતા બચી ગઇ હતી. અને તેણે જ ગામ લોકોને ઘટના અંગે જાણ કરી હતી. મૃતક કિશોરીઓની લાશને પીએમ માટે જાફરાબાદ દવાખાને ખસેડાઇ હતી. જયાં ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

તળાવના ઉંડા પાણીમા ગરક થઇ જતા એકસાથે ત્રણ-ત્રણ કિશોરીઓના મોતની આ ગોજારી ઘટના જાફરાબાદ તાલુકાના બલાણા ગામની સીમમા આજે બપોરે એકાદ વાગ્યાના સુમારે બની હતી. સુત્રોના જણાવ્યા અનુસાર બલાણાની દિપીકા મોહનભાઇ પરમાર (ઉ.વ.12) નાની મોહનભાઇ પરમાર (ઉ.વ.10) નામની બે સગી બહેનો અને તેની બાજુમા જ રહેતી મંજુલા લાખાભાઇ બાંભણીયા (ઉ.વ.10) તથા તેની બહેન દયા લાખાભાઇ બાંભણીયા એમ ચાર કિશોરીઓ તળાવના કાંઠે કપડા ધોવા માટે ગઇ હતી.

કપડા ધોયા બાદ દિપીકા, નાની અને મંજુલા તળાવના પાણીમા ન્હાવા પડી હતી. જયારે દયા કાંઠે જ બેઠી રહી હતી. તળાવમા પડેલી ત્રણેય કિશોરી જોતજોતામા ઉંડા પાણીમા ગરક થઇ ગઇ હતી. ત્રણેય કિશોરી ડૂબી જતા દયાએ અહીથી પસાર થતા માલધારીને જાણ કરતા તેણે ગામ લોકોને અને સરપંચને જાણ કરી હતી. તરવૈયાઓની મદદથી તાબડતોબ આ ત્રણેય કિશોરીઓને તળાવના ઉંડા પાણીમાથી બહાર કાઢવામા આવી હતી અને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે જાફરાબાદ દવાખાને ખસેડવામા આવી હતી. જયાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કરી હતી.

બનાવની જાણ થતા ભાજપ અગ્રણી ચેતનભાઇ શિયાળ, કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઇ બારૈયા વિગેરે હોસ્પિટલે દોડી આવ્યા હતા. એકસાથે ત્રણ-ત્રણ મોતથી બલાણા ગામમા શોકનુ મોજુ ફરી વળ્યું હતુ. અને હોસ્પિટલે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

X
Rajula - જાફરાબાદ તાલુકાના બલાણા ગામે આજે તળાવના કાંઠે કપડા ધોવા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App